મા આટલી નિષ્ઠુર! પુત્રની ગળું દબાવી હત્યા કરી, મૃતદેહ સળગાવી દીધો

જયા મોલ, ઇનસેટમાં તેનો 14 વર્ષનો પુત્ર

પુત્ર ગુમ થયાની ફરિયાદ કરવા આવનાર મહિલાની કડકાઈથી પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી.

 • Share this:
  કોલમઃ કેરળના કોલ્લમમાં એક માતાએ જ તેના 14 વર્ષના પુત્રનું ગળું દબાવી હત્યા કર્યા બાદ તેના બોડીને સળગાવી દીધાની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પુત્ર ગુમ થયાની ફરિયાદ કરવા આવનાર મહિલાની કડકાઈથી પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી.

  42 વર્ષીય જયા મોલ પુત્રની હત્યાના બીજા દિવસે પતિ જોબ જોન સાથે પોલીસમાં પુત્ર ગુમ થયાની ફરિયાદ કરવા પહોંચી હતી. જોકે, પોલીસને મહિલાની વાતો પરથી શંકા ગઈ હતી. જયાના શરીર પર બળી જવાના નિશાન હતા. પોલીસે આ અંગે પૂછપરછ કરતા તે સંતોષકારક જવાબ આપી શકી ન હતી. એટલું જ નહીં ગુમ થયેલા બાળકના સ્લિપર પણ ઘરમાંથી જ મળી આવ્યા હતા.

  બુધવારે પોલીસે મહિલાના ઘરની આસપાસ તપાસ કરતા ધોરણ-9માં અભ્યાસ કરતા સ્ટુડન્ટનો મૃતદેહ ઘરથી 200 મીટર દૂર એક જગ્યા પરથી મળી આવ્યો હતો. પોલીસે શંકાના આધારે તેની માતાની પૂછપરછ કરતા તે ભાંગી પડી હતી અને તેણીએ જ પુત્રની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.

  મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે પુત્ર સાથે કોઈ વાતે જીભાજોડી દરમિયાન તેણીને ગુસ્સો આવી ગયો હતો અને દુપટ્ટાથી પુત્રનું ગળું દબાવી દીધું હતું. બાદમાં પુત્રના મૃતદેહને ઘરના પાછળના ભાગમાં લઈ જઈને સળગાવી દીધો હતો. મૃતદેહનો કેટલોક ભાગ સળગ્યો ન હોવાથી ઢસડીને તેને ઘરની નજીક આવેલી અવાવરું જગ્યાએ ફેંકી દીધો હતો.

  પોલીસે આ કેસમાં ગુરુવારે જયા મોલની ધરપકડ કરી હતી. આવા જધન્ય કૃત્યથી તેની આસપાસ રહેતા લોકોએ તેના પર પથ્થમારો કર્યો હતો અને ગાળો ભાંડી હતી. મહિલાના પતિના જણાવ્યા પ્રમાણે તેની પત્નીનું માનસિક સંતુલન બરાબર ન હતું. સોમવારે જ્યારે તે ઘરે પરત ફર્યો ત્યારે તેણીએ એવું કહ્યું હતું કે પુત્ર સ્ટેશનરી ખરીદવા માટે ગયો છે. થોડા કલાકોની શોધખોળ બાદ બીજા દિવસે દંપતીએ પુત્ર ગુમ થયાની જાણ પોલીસને કરી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: