કરુણ ઘટના! બીમાર બાળકને હોસ્પિટલથી ઘરે લઈ જતી વખતે પરિવારને નડ્યો અકસ્માત, માતા-પુત્રના કમકમાટી ભર્યા મોત

માતા અને બાળકની ફાઈલ તસવીર

telangana news: હોસ્પિટલથી (hospital) પરત ફરતી વખતે પતિ પત્ની અને બાળકને અકસ્માત (family accident) નડ્યો હતો. જેના પગલે માતા-પુત્રનું કમકમાટી ભર્યું મોત (mother father died in accident) નીપજ્યું હતું.

 • Share this:
  પેડ્ડાપલ્લીઃ અકસ્માતની ઘટનાઓ (accident news) રોજેરોજ બનતી રહે છે ત્યારે અકસ્માતમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો પણ આવતો હોય છે. અકસ્માતની એક કરરુણ ઘટના તેલગાણાન (telangana news) પેડ્ડાપલ્લીમાં બની હતી. અહીં એક પતિ પત્ની બીમાર બાળકને (mother-father hospital) સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. જોકે, હોસ્પિટલથી પરત ફરતી વખતે પતિ પત્ની અને બાળકને અકસ્માત (family accident) નડ્યો હતો. જેના પગલે માતા-પુત્રનું કમકમાટી ભર્યું મોત (mother father died in accident) નીપજ્યું હતું.

  મળતી માહિતી પ્રમાણે તેલગાણા રાજ્યના પેડ્ડાપલ્લી જિલ્લાના ગોદાવરીખાની વિસ્તારમાં અનિલ કુમાર અને પત્ની રમ્યા એનટીપીસી અનપૂર્ણા કોલોનીમાં રહે છે. અનિકુમાર સિંચાઈ વિભાગમાં કામ કરે છે. દંપત્તીને બે પુત્રો છે. સૌથી નાનો પુત્ર નિર્વેદચંદ્ર પાંચ મહિનાનો હતો. નાના પુત્રને તાવ આવતો હોવાથી અનિલકુમાર અને રમ્યા તેને ગોદાવરીખાની હોસ્પિટલ લઈ ગયા હતા.

  હોસ્પિટલમાં દવા લઈને સ્કૂટી ઉપર સવાર થઈને ઘરે જતાં હતા. સ્કૂટી રામગુંડમ મ્યુનિસિપલ ઓફિસ પાસે આવેલા ટી જંક્શન પાસે પહોંચી હતી. સ્કૂટી ગોદાવરીખાનીથી એનટીપીસી તરફ જઈ રહી હતી. ત્યારે પાછળથી આવેલા રેતીના ડંમ્પરે ટક્કર મારી હતી. આ સાથે અનિલ કુમાર, રમ્યા અને તેનો નાનો બાળક નીચે પડી ગોય હતો. ત્યારબાદ રમ્યા અને નાના બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અને ઘટના સ્થળે માતા-પુત્રએ દમ તોડ્યો હતો.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ પરિણીતાએ કર્યો આપઘાત, 15 મિનિટ પહેલા માતા-પિતાને કર્યો ફોન 'પપ્પા તમે અને મમ્મી ઘરે આવો'

  ઉલ્લેખનીય છે કે ગુજરતાના ઉત્તર ગુજરાતમાં આવેલા બનાસકાંઠામાં પણ અકસ્માતોની વણઝાર થઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની (accident in Banaskantha)વણઝાર હજુ યથાવત્ છે. ત્રણ દિવસમાં અલગ-અલગ ચાર જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં (accident)કુલ સાત લોકોના કરુણ મોત નિપજ્યા છે. અકસ્માતોને પગલે જિલ્લા ટ્રાફીક વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલ થઈ ગયા છે.બનાસકાંઠા (Banaskantha)જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ ચાર જગ્યાએ અકસ્માતો સર્જાયા છે.

  આ પણ વાંચોઃ-સુરતઃ તાલીબાની સજાનો live video, મોબાઈલ ચોરને લોકોએ રંગે હાથે પકડીને માર્યો ઢોર માર

  આજે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી અને ડીસા ખાતે રહેતી નિકિતા ઠક્કર સવારે નોકરીએ જવા માટે ઘરેથી નીકળી હતી જે ડીસા હાઈવે પર ઓવર બ્રિજના છેડે આવેલા પેટ્રોલપંપ પર પોતાના એક્ટિવામાં પેટ્રોલ ભરાવીને બહાર નીકળતા પૂર ઝડપે આવેલા અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં નિકિતાબેનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ વાહનચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.

  આ પણ વાંચોઃ-બે બાળકોની માતા હોસ્પિટલ ગયા બાદ થઈ ગુમ, છ દિવસથી પત્તો નથી, બે વર્ષની બાળકીની રડી રડીને હાલત ખરાબ

  બનાવને પગલે આજુબાજુના લોકો અને ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવતીની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી હતી. આ સિવાય ગઈકાલે અમીરગઢ પાસે ડમ્પર ચાલકે રોડ ક્રોસ કરતી વિદ્યાર્થિનીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્પર નીચે કચડાઇ જતા વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું.
  Published by:ankit patel
  First published: