Home /News /national-international /

મા તે મા : પુત્રને મોતના મુખમાંથી બચાવ્યો, જુઓ શ્વાસ થંભાવી દે તેવો video

મા તે મા : પુત્રને મોતના મુખમાંથી બચાવ્યો, જુઓ શ્વાસ થંભાવી દે તેવો video

સોશિયલ મીડિયા પર આ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે (તસવીર - સોશિયલ મીડિયા)

viral video - કોબ્રા બાળક તરફ ફેણ ચડાવીને ઉભો થઇ જાય છે, થોડી સેકન્ડ પણ મોડું થયું હોત તો કોબરાએ બાળકને ડંખ મારી દીધો હોત

    બેંગલુર : સોશિયલ મીડિયામાં (Social media)ઘણા વીડિયો વાયરલ (video viral)થતા હોય છે. જેમાં કેટલાક વીડિયો એવા હોય છે જે જોઇને તમારા રુંવાટા ઉભા થઇ જાય છે. આવો જ એક વીડિયો હાલ વાયરલ (viral)થઇ રહ્યો છે. જેમાં માતા પોતાના દીકરાને મોતના મુખમાંથી બચાવે છે. આ વીડિયો જોઇને તમને પણ એ કહેવતી યાદ આવી જશે કે મા તે મા બીજા બધા વનવગડાના વા.

    આ વાયરલ વીડિયો કર્ણાટકના માંડ્યાનો બતાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે ઘરની બહાર એક ઘણો મોટો જ કોબ્રા પસાર થઇ રહ્યો હોય છે. આ દરમિયાન ઘરમાંથી માતા પોતાના પુત્ર સાથે બહાર નીકળે છે. બાળક આગળ હોય છે ત્યારે ભૂલથી તે ઘરની બહાર જઈ રહેલા કોબ્રાની બાજુમાં પગ રાખી દે છે. કોબ્રા બાળક તરફ ફેણ ચડાવીને ઉભો થઇ જાય છે. કોબ્રા બાળક પર હુમલો કરે તે પહેલા માતા એક જ ઝાટકામાં બાળકને પોતાની તરફ ખેંચી લેશે. થોડી સેકન્ડ પણ મોડું થયું હોત તો કોબરાએ બાળકને ડંખ મારી દીધો હોત.

    આ પણ વાંચો - 390 કરોડ જપ્ત કરવાનો મામલો, 260 જાનૈયાઓ, 120 ગાડીયો, લગ્નનું સ્ટીકર, આવી રીતે ફિલ્મ સ્ટાઇલમાં પાડ્યો દરોડા


    સોશિયલ મીડિયા પર આ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વીડિયો જોઇને ચકિત રહી જાય છે. યૂઝર્સ માતાની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે.

    આ પણ વાંચો - પેસેન્જર ટ્રેનના ડબ્બામાં આખલાને ચડાવી દીધો, કહ્યું- સાહિબગંજ ઉતારી દેજો, જુઓ video

    આવી જ એક બહાદુર માતાની ઘટના મહારાષ્ટ્રમાં પણ થોડા દિવસો પહેલા આવી હતી. જ્યાં એક માતાએ પોતાની ત્રણ વર્ષની પુત્રીને બચાવવા માટે દીપડા સાથે ભાથ ભીડી હતી અને બાળકીને બચાવી હતી. બાળકી ઘરના આંગણામાં બેસીને ખાવાનું ખાઇ રહી ત્યારે અચાનક દીપડાએ હુમલો કર્યો હતો અને ઘસડીને લઇ જતો હતો. તે સમયે માતા દીપડા પાછળ ભાગી હતી અને દીપડા પર ડંડાથી પ્રહાર કર્યો હતો. જેથી દીપડો બાળકીને છોડીને ભાગી ગયો હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Viral, Viral news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन