3 બાળકની માતાએ પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા, 45 દિવસ પછી આવી રીતે થયો ખુલાસો

મૃતકના પરિવારજનોએ મામલાની ફરિયાદ બિહાર પોલીસને (Police) કરી હતી. તપાસ દરમિયાન આ વાતનો ખુલાસો થયો

Murder news- ઝાડીઓમાંથી કંકાલ બની ચૂકેલી લાશ મળી આવી

 • Share this:
  સોનીપત, હરિયાણા : હરિયાણાના (haryana)સોનીપત (sonipat)જિલ્લામાં એક ક્રુર ઘટના સામે આવી છે. સોનીપત જિલ્લાના બારોટા ગામમાં 3 બાળકોની માતાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા (Murder) કરી નાખી હતી. આ પછી લાશને દિલ્હી-અંબાલા રેલવે ટ્રેકના કિનારે ઝાડીઓમાં ફેંકી દીધી હતી. મૃતક બિહારનો (Bihar)રહેવાસી હતો. મૃતકના પરિવારજનોએ મામલાની ફરિયાદ બિહાર પોલીસને (Police) કરી હતી. તપાસ દરમિયાન આ વાતનો ખુલાસો થયો હતો. બિહાર પોલીસે આરોપી મહિલા અને તેના પ્રેમીને લઇને સોનીપત પહોંચી છે.

  આરોપીએ બતાવ્યા પછી જીઆરપીને ઝાડીઓમાંથી કંકાલ બની ચૂકેલી લાશ મળી આવી છે. જીઆરપીએ કંકાલને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આરોપી મહિલા અને તેની પ્રેમી સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

  આ પણ વાંચો - દિવાળી મનાવ્યા પછી 6 બહેનોના એકના એક ભાઈએ આત્મહત્યા કરી, RACમાં હતી નોકરી

  જીઆરપીના મતે મૃતકની પત્ની ગુલાબ દેવીએ જણાવ્યું કે તેનું તેના ગામના વિજય યાદવ સાથે પ્રેમ પ્રકરણ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહ્યું હતું. તે બારોટા પહોંચ્યા પછી પ્રેમી દિલ્હીમાં નરેલા રેલવ સ્ટેશન પાસે આવીને રહેવા લાગ્યો હતો. તેની જાણકારી પતિને થઇ ગઈ હતી. પતિ બંનેને મળવા દેતો ન હતો. જેના કારણે બહાનું બતાવીને તેના પતિને 24 સપ્ટેમ્બરે બારોટા-સફિયાબાદ માર્ગ પર લઈ ગઈ હતી. ત્યાં પહેલાથી જ તેનો પ્રેમી વિજય હાજર હતો. તેણે માથામાં ડંડો મારીને રામબાલકની હત્યા કરી દીધી હતી.

  આ પણ  વાંચો - 15 વર્ષની પુત્રી પર પિતાએ પાડોશી સાથે મળી બળાત્કાર કર્યો, ગર્ભવતી થતા થયો ખુલાસો

  બિહારના પૂર્વી ચંપારણ જિલ્લાના ભવાનીપુરનો રહેવાસી 36 વર્ષીય રામબાલક યાદવ પત્ની ગુલાબ દેવી અને ત્રણ બાળકો સાથે મજૂરી કરવા 10 ઓગસ્ટે સોનીપત આવ્યો હતો. રામબાલકના ભાઈ દીનબંધુ યાદવનો સપ્ટેમ્બર પછી તેમની સાથે કોઇ સંપર્ક થયો ન હતો. તેથી દીનબંધુએ પોતાના ભાઈના ગુમ થવાની ફરિયાદ બિહારમાં સિસેશ્વર પોલીસ સ્ટેશનમાં આપી હતી. જે પછી આ હત્યાનો ખુલાસો થયો હતો.

  આ પણ વાંચો - મહિલા બેંક મેનેજરની આત્મહત્યાનો કેસ, શું થયો બીજો ખુલાસો, કોની સામે નોંધાઇ FIR

  બિહાર પોલીસ સોનીપત પહોંચી હતી. તેમની સાથે વિજય યાદવ અને રામબાલકના પરિવારજનો હતો. જીઆરપી અને બિહાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં પોલીસને ઝાડીઓમાંથી ખોપડીનો કેટલોક ભાગ અને હાડકા મળ્યા હતા.
  Published by:Ashish Goyal
  First published: