એક સમયે 100 રૂપિયામાં લીધેલા પુસ્તકના 30 લાખ ઉપજશે, ચાહકો મન મુકીને લગાવશે બોલી

(તસવીર - REUTERS)

મૃત મહિલાની 31 વર્ષીય પુત્રીએ બર્મિંગહામ મેઇલને કહ્યું કે, 16 વર્ષ પહેલા તેની માતાનું અવસાન થયું ત્યારથી આ પુસ્તક એક છાજલી પર ધૂળ ખાતું હતું

  • Share this:
જૂનું તેટલું સોનું તે ઉક્તિ પ્રચલિત છે. આવું હકીકતમાં પણ બને છે. માતાએ પોતાની પુત્રી માટે નજીવી કિંમતમાં ખરીદેલા હેરી પોટરની હાર્ડબેક કોપીના 30 લાખ રૂપિયા ઉપજશે તેમ જાણવા મળ્યું છે.

વાત એમ છે કે 20 વર્ષ પહેલાં પ્રાથમિક શાળાની શિક્ષિકાએ એક પાઉન્ડ એટલે કે અંદાજે રૂ.100માં હેરી પોટર એન્ડ ફિલોસોફર્સ સ્ટોનની હાર્ડબેક કોપી ખરીદી હતી. આ બુક સૌપ્રથમ વખત 1997માં છપાઈ હતી. આ મહિલાનું 44 વર્ષની ઉંમરે 2005માં સ્તન કેન્સરથી અવસાન થયું હતું. તે તેની દીકરીઓ માટે હેરી પોટરની બુક છોડી ગઈ હતી. જોકે થોડા સમયમાં જ તેની દીકરીઓને એ વાતનો ખ્યાલ આવી ગયો કે, આ બુક ખૂબ દુર્લભ છે. જેથી તેના 30,000 પાઉન્ડ એટલે કે 30 લાખ રૂપિયા ઉપજી શકે તેમ છે.

આ બૂકની માત્ર 500 નકલ જ છાપવામાં આવી હતી, જેની ખુબ જ માંગ હતી. ધૂળ ખાતી આ બુકને હેરી પોટરનું ફર્સ્ટ કલેક્શન પણ માનવામાં આવે છે. બર્ટન અપોન ટેલેન્ટના કાઉન્સિલ વર્કરે બર્મિંગહામ મેઇલને પુષ્ટિ કરી કે, વર્ષોથી શેલ્ફ પર ધૂળ ખાતી બુક હેરી પોટરની પ્રથમ આવૃત્તિ છે.

આ પણ વાંચો - કાર્ડને કરો બાયબાય, હવે UPIના માધ્યમથી QR કોડ સ્કેન કરીને ATMમાંથી ઉપાડી શકશો પૈસા

સ્વર્ગીય શિક્ષિકા વાંચનના શોખીન હતા. તેઓ ઘરમાં બાળકો માટે એનેક પુસ્તકો રાખતા. બાળકો વાંચનનો શોખ કેળવે તેવું તે ઇચ્છતી હતી. અહેવાલ મુજબ હેરી પોટર પુસ્તકની સ્ટેફોર્ડશાયરમાં હેન્સન્સ ખાતે હરાજી થશે. જેમાં ચારેય બહેનોને મોટી રકમ કમાશે તેવી અપેક્ષા છે. ચાર્લ્સ હેન્સને કહ્યું કે, "માતાનો પ્રેમ કાયમ રહે છે અને તેની પુત્રીઓ માટેની આ અણધારી ભેટ સ્વર્ગથી મોકલેલી લાગે છે."

મૃત મહિલાની 31 વર્ષીય પુત્રીએ બર્મિંગહામ મેઇલને કહ્યું કે, 16 વર્ષ પહેલા તેની માતાનું અવસાન થયું ત્યારથી આ પુસ્તક એક છાજલી પર ધૂળ ખાતું હતું. હરાજી બાદ પ્રાપ્ત થયેલ નાણાં તેમની માતાના વારસાના ભાગ રૂપે ચાર પુત્રીઓ વચ્ચે સમાનરૂપે ભાગ પાડવામાં આવશે.
First published: