Home /News /national-international /

અઢી વર્ષની દીકરીને ફાંસીએ લટકાવી માતાએ ટૂંકાવ્યૂ જીવન, આત્મહત્યાનું કારણ અકબંધ

અઢી વર્ષની દીકરીને ફાંસીએ લટકાવી માતાએ ટૂંકાવ્યૂ જીવન, આત્મહત્યાનું કારણ અકબંધ

મૃતકોની ઓળખ વિનય કુમારની 22 વર્ષીય પત્ની ડિમ્પલ કુમારી અને અઢી વર્ષની પુત્રી પ્રિયાંશી તરીકે થઈ છે

suicide news - મહિલાએ આવું પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને લાશનો કબજો મેળવી મામલાની તપાસ શરૂ કરી

મંડી : જીવનમાં આવતી અનેક સમસ્યાઓ સામે અમુક લોકો દ્રઢતાથી ઊભા રહીને પાર કરે છે, તો કેટલાક લોકો હિંમત હારીને જીવન ટૂંકાવવું જ એક માત્ર વિકલ્પ તરીકે પસંદ કરે છે. આવા બનાવા આપણી આસપાસ થતા જોવા આજે સામાન્ય બની ગયા છે. પરંતુ હદ તો ત્યારે થાય છે, જ્યારે તેનો ભોગ માસૂમ બાળકો પણ બને છે. હિમચાલ પ્રદેશના (Himachal Pradesh)મંડીથી (Mandi) આવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 22 વર્ષીય માતાએ પહેલા પોતાની અઢી વર્ષની દીકરીને ફાંસીએ લટકાવીને મોતને ઘાટ (mother killed two year old girl by hanging herself) ઉતારી દીધી અને પછી પોતે ગળે ફાંસો ખાઇ મોતને વહાલું કરી લીધું હતું.

આ ચકચારી ઘટના મંડી જિલ્લાના સુંદરનગર સબ-ડિવિઝન હેઠળ આવતા છાત્ર ગામની છે. મહિલાએ આવું પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. મૃતકોની ઓળખ વિનય કુમારની 22 વર્ષીય પત્ની ડિમ્પલ કુમારી અને અઢી વર્ષની પુત્રી પ્રિયાંશી તરીકે થઈ છે. મળતી માહિતી પ્રમાણે, મહિલા પોતાની દીકરી સાથે ઘરે હાજર હતી. જે સમયે મહિલાએ આવું પગલું ભર્યું તે સમયે ઘરમાં એક વૃદ્ધ મહિલા સિવાય કોઇ નહોતું. વૃદ્ધ મહિલાને આ વાતની જાણ પણ ન હતી. જ્યારે મૃતકની સાસુ ઘરે પહોંચ્યા ત્યારે તેણે પુત્રવધૂ અને પૌત્રીને ફાંસી પર લટકતી જોઈ હતી. તેણે બૂમો પાડીને લોકોને તેની જાણ કરી હતી. સ્થાનિક પંચાયત પ્રધાને આની જાણ પોલીસને કરી હતી.

આ પણ વાંચો - વાદળ ફાટવાની ઘટના શા માટે બને છે? જાણો રસપ્રદ કારણ

ફોરેન્સિક ટીમે એકઠા કર્યા પુરાવા

માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશનો કબજો મેળવી મામલાની તપાસ શરૂ કરી હતી. ડીએસપી સુંદરનગર દિનેશ કુમારે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી અને ફોરેન્સિક ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. ફોરેન્સિક ટીમે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને પુરાવા એકત્રિત કર્યા હતા.

પોલીસ નોંધી રહી છે નિવેદન

ડીએસપી સુંદરનગર દિનેશ કુમારે આ કેસની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે. પિયર અને સાસરી પક્ષના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. આ ઘટના પાછળનું કારણ શું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે.
First published:

Tags: Crime Alert, Crime news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन