નાસિક : મહારાષ્ટ્ર (Maharastra)ના નાસિકમાંથી એક હત્યા (Nasik Murder)નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહેવાલ છે કે, અહીં એક મહિલાએ કથિત રીતે તેના પુત્રનું ગળું દબાવીને હત્યા કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, દીકરો ઓનલાઈન અભ્યાસ (Online Study) દરમ્યાન ભણવામાં ધ્યાન ન આપતા મહિલા ગુસ્સામાં હતી. કથિત રીતે તેણે તેના પુત્રની હત્યા (Son Murder) કરી દીધી, બાદમાં પછતાવો થતા પોતે પણ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. પોલીસે માહિતી આપી છે કે, તેમને સ્થળ પરથી એક સુસાઈડ નોટ (Suicide Note) પણ મળી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાથરડી ફાટા વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના સાડા ત્રણ વર્ષના પુત્રની ઓનલાઈન અભ્યાસ ન કરવા બદલ કથિત રીતે મારી નાખ્યો છે. આ પછી, તે પોતે પણ સોમવારે રાત્રે 9:30 વાગ્યે મોતને ભેટી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ઘટના સમયે મહિલાના માતા -પિતા પણ ઘરે હતી. પોલીસને મળેલી સુસાઈડ નોટ મુજબ તેના મૃત્યુ માટે કોઈને જવાબદાર ન ઠેરવવા તેવું લખવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, મહિલા વિરુદ્ધ ઇન્દિરાનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
પ્રેમીએ થાણેમાં ફાંસી લગાવી
ઉલ્લેખનીય છે કે, થાણે જિલ્લાના કલ્યાણમાં ગર્લફ્રેન્ડે બ્રેકઅપ કરતા 27 વર્ષીય યુવાને કથિત રીતે આત્મહત્યા કરી હતી અને તેણે અંતિમ ક્ષણો ફેસબુક પર લાઇવ સ્ટ્રીમ કરી હતી. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, કલ્યાણ (પશ્ચિમ) ના રહેવાસી અંકુશ પવારે ત્રણ વર્ષ સુધી તેની ગર્લફ્રેન્ડ રહેલી યુવતીએ કથિત રીતે લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધા બાદ ફાંસી લગાવી હતી.
તેમણે કહ્યું કે હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે કામ કરતા પવારે ફેસબુક પર પોતાની આત્મહત્યાને લાઇવ સ્ટ્રીમ કરી હતી અને કહ્યું હતું કે, તે એક યુવતી સાથે ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છે અને તેને પોતાની બચતમાંથી તેને પૈસા આપ્યા છે. અધિકારીએ કહ્યું કે, બંને વચ્ચે ઘણી વખત ઝઘડો થતો હતો અને ગુરુવારે ભારે તકરાર દરમિયાન મહિલાએ કથિત રીતે તેને મરવાનું કહ્યું હતું, ત્યારબાદ તેણે ગુસ્સામાં આત્મહત્યા કરી હતી. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર