દીકરાની અંતિમ ઈચ્છા પૂરી કરવા અર્થી સામે લોકગીત ગાતી રહી માતા

દીકરાની અંતિમ ઈચ્છા પૂરી કરવા અર્થી સામે લોકગીત ગાતી રહી માતા
દીકરાની અર્થી પાસે લોકગીત સંભળાવી રહેલી કલાકાર પૂનમ તિવારી.

માતાએ પોતાની તમામ સંવેદનાઓ પર કાબૂ રાખી દીકરાની અર્થી સામે ગાયું લોકગીત

 • Share this:
  છત્તીસગઢ : મા તો મા જ હોય છે...દીકરાની ઈચ્છા પૂરી કરવા માટે તે પોતાની તમામ સંવેદના, દુ:ખને બાજુએ મૂકી દે છે. છત્તીસગઢ (Chhattisgarh)ના રાજનાંદગાંવ (Rajnandgaon) જિલ્લામાં આવો જ એક પ્રસંગ સામે આવ્યો છે જેમાં માતાએ પોતાના દીકરાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે પોતાની તમામ તકલીફો બાજુએ મૂકી દીધી. લોક કલાકાર દીકરાને લોક ગીત 'ચોલા માટી કે રામ..' પસંદ હતું. તેની ઈચ્છા હતી કે તેની અંતિમ યાત્રામાં આ ગીત ગાવામાં આવે. શનિવારે દીકરાનું અકાળે અવસાન થયું. તો દીકરાની ઈચ્છા પૂરી કરવા માટે માતાએ તેની અર્થીની સામે જ લોકગીત ગાયું.

  રાજનાંદગાંવના રંગકર્મી અને સંગીતકાર સૂરજ તિવારી (30)નું શનિવારે નિધન થયું. સૂરજની ઈચ્છા હતી કે તેમની અંતિમ યાત્રા ગીત અને સંગીતની સાથે કાઢવામાં આવે. ઘરથી શબ યાત્રા શરૂ કરતાં પહેલા લોક કલાકાર માતા પૂનમ તિવારીએ દીકરાની અર્થીની સામે જીવનની હકિકત પર આધારિત લોકગીત 'ચોલા માટી કે હે રામ, અખર કા ભરોસા' ગાઈને તેમને અંતિમ વિદાય આપી.  લોક કલાકાર સૂરજ તિવારીનું 30 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું. (ફાઇલ તસવીર)


  સ્ટેજ પર અનેકવાર ગાઈ ચૂકી છે આ ગીત

  દાઉ મંદરાજી અલંકરણથી સન્માનિત કલાકાર માતા પૂનમ તિવારી સ્ટેજ પર 'ચોલા માટી કે રામ..' આ લોકગીત અનેકવાર ગાઈ ચૂક્યા છે, પરંતુ તેમણે જ્યારે દીકરાની અર્થી સામે આ ગીત ગાયું તો ત્યાં ઉપસ્થિત લોકો પોતાની ભાવનાઓ રોકી ન શક્યા અને તમામ રડવા લાગ્યા. કલા જગત સાથે જોડાયેલા સૂરજના સાથીઓએ તબલા, હાર્મોનિયમમાં સંગત પણ કરી. પૂનમ તિવારી તેને પોતાના દીકરા માટે યોગ્ય શ્રદ્ધાંજલિ માને છે. પૂનમ તિવારીએ મીડિયાને જણાવ્યું કે, તેમના દીકરાની આવી જ ઈચ્છા હતી, તેથી તેને પૂરી કરવામાં આવી. નોંધનીય છે કે, રંગછત્તીસાના સંચાલક, રંગકર્મી તથા સંગીતકાર સૂરજ તિવારીનું હૃદયરોગથી પીડિત હતા. ગત 26 ઑક્ટોબરે એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 2 નવેમ્બરની સવારે તેમનું નિધન થયું.


  સોશિયલ મીડિયા ઉપર પણ આપવામાં આવી રહી છે શ્રદ્ધાંજલિ

  સૂરજના અકાળે થયેલા મોત બાદથી સોશિયલ મીડિયા ઉપર પણ તેમને ઘણા લોકોએ શ્રદ્ધાંજલિ આપી. બીજી તેમની માતાએ ગાયેલા લોકગીતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

  આ પણ વાંચો, છઠ પૂજાની ચોંકાવનારી તસવીરો, ખતરનાક કેમિકલની વચ્ચે સૂર્યને અર્ધ્ય
  First published:November 03, 2019, 15:11 pm

  टॉप स्टोरीज