Home /News /national-international /સાસુને 15 વર્ષ નાના જમાઈ સાથે થઈ ગયો પ્રેમ, બંને સાથે ન રહી શક્યા તો કરી લીધો આપઘાત

સાસુને 15 વર્ષ નાના જમાઈ સાથે થઈ ગયો પ્રેમ, બંને સાથે ન રહી શક્યા તો કરી લીધો આપઘાત

સાસુ જમાઈ વચ્ચે પ્રેમ - બંનેએ કર્યો આપઘાત

Love Affair : સાસુ (mother-in-law) -જમાઈ (son-in-law) વચ્ચે પ્રમનો કરૂણ અંજામ, સામૂહિક આત્મહત્યા (Mass Suicide) ની આ ભયાનક ઘટના રાજસ્થાન (Rajasthan) ના બાડમેર (Badmer) માં સોમવારે મોડી રાત્રે લંગેરા ફાંટા વિસ્તાર પાસે બની હતી

બાડમેર. પશ્ચિમ રાજસ્થાન (Rajasthan) ના બાડમેર (Badmer) જિલ્લામાં ફરી એકવાર સામૂહિક આત્મહત્યા (Mass Suicide) ની મોટી ઘટનાએ લોકોને હચમચાવી દીધા છે. સંબંધોમાં વણસેલી આ ઘટનામાં 40 વર્ષની મહિલાએ તેના 25 વર્ષના જમાઈ સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બંને વચ્ચે પ્રેમ પ્રકરણ (Mother-in-law fell in love with son-in-law) ચાલી રહ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને ફંદા પરથી નીચે ઉતારીને જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે. મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. પોલીસ આગળની કાર્યવાહીમાં વ્યસ્ત છે.

બાડમેર ગ્રામીણ પોલીસ અધિકારી પરબત સિંહના જણાવ્યા અનુસાર, સામૂહિક આત્મહત્યાની આ ભયાનક ઘટના સોમવારે મોડી રાત્રે લંગેરા ફાંટા વિસ્તાર પાસે બની હતી. ત્યાં સાસુ અને જમાઈએ ગળેફાંસો ખાઈને સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના મંગળવારે સવારે ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બાડમેર-રામસર રોડ પરથી પસાર થઈ રહેલા ડ્રાઈવરોએ મૃતદેહો લટકતા જોયા. આપઘાત અંગે ગ્રામજનોએ ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરી હતી. આ દરમિયાન ગ્રામજનોની ભારે ભીડ ત્યાં એકઠી થઈ ગઈ હતી.

આ પણ વાંચો - હેવાનિયતની હદ! ચાલતી કારમાં માતા અને 6 વર્ષની પુત્રી પર સામૂહિક બળાત્કાર, રોડ પર ફેંકી નાસી ગયા

જમાઈના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા

ગ્રામજનોએ પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર પહોંચી અને બંનેના મૃતદેહની ઓળખ કરી હતી. બંનેએ ખેજરીના ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી છે. જમાઈના લગ્ન લગભગ 1 વર્ષ પહેલા જ થયા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પ્રથમ દ્રષ્ટિએ એવું સામે આવ્યું છે કે બંનેએ પ્રેમ પ્રકરણના કારણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. પોલીસ બંને મૃતકોની પૃષ્ઠભૂમિની તપાસમાં વ્યસ્ત છે. સંબંધીઓ આવ્યા બાદ તેમના નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
First published:

Tags: Love affair, Mother in law, Rajasthan news, Rajasthan police

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો