રુંવાડા ઊભા કરી દે એવી ઘટના! ડમ્પરની ટાયર નીચે કચડાતા માતા-પુત્રીનું મોત, એકબીજાને ચોંટીને તોડ્યો દમ

ઘટના સ્થળની તસવીર

ડમ્પર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. બંને માતા પુત્રી નીટે પટકાતા ટીપરના પાછળના ટાયરોમાં આવી ગયા હતા. અને ટીપરના ટાયર બંને ઉપરથી ફરીવળ્યા હતા.

 • Share this:
  મોહાલીઃ ચંડીગઢના (Chandigarh) મોહાલીમાં (mohali) એક રુંવાડા ઊભા કરી દે એવી ઘટના સામે આવી છે. જ્યાં એક ડમ્પર ચાલકે એક્ટિવાને ટક્કર (activa accident) મારી હતી. જેના પગલે એક્ટિવા સવાર માતા-પુત્રીનું ઘટના (mother daughter death) સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત (road accident) એટલો ભયાનક છે કે દ્રશ્ય જોનારા લોકોએ પોતાની આંખો બંધ કરી લીધી હતી.

  લોહીથી લાલ થયો રસ્તો માતા-પુત્રીનું મોત
  ઉલ્લેખનીય છે કે દર્દનાક અકસ્માત મોહાલીના ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓરડ ઉપર સિંહ શહિદાં ગુરુદ્વારા પાસે થયો હતો. જ્યાં ડંમ્પરનું ટાયર એક્ટિવાને કચડીતા મા બેડી ઉપર ફરી વળ્યું છે. આખો રસ્તો લોહીથી લાલ લાલ થયો હતો. માતા પુત્રીએ એકબીજાને ચોંટીને દમ તોડ્યો હતો.

  બંનેના મોત બાદ પહોંચ્યા પરિવારજનો
  ઘટનાની જાણ થતાં જ એએસઆઈ ભરત રામ પોતાની ટીમે સાથે ઘટના સ્થળે પહોંચી હતી. બંનેને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ પોલીસે પરિવરાના લોકોને જાણ કરીને બોલાવ્યા હતા.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ dating appsમાં યુવતીઓ શોધતા યુવકો સાવધાન! યુવકોને ટાર્ગેટ કરતી સુંદર મહિલા કેવી રીતે ચલાવતી હતી આખું રેકેટ?

  આ પહેલા ડમ્પર ચાલકે કારને પણ મારી હતી ટક્કર
  ઉલ્લેખનીય છેકે ડંમ્પર ચાલકે આ પહેલા એક કારને પણ ટક્કર મારી હતી. જેમાં કાર સવાર બલજીત ગંભીર રૂપથી ઘાયલ થયા હતા. ટક્કર મારીને ચાલક ઘટના સ્થળેથી ફરાર થયા હતા. ડંમ્પર મહતાબ નામનો વ્યક્તી ચલાવી રહ્યો હતો. જેણે એક્ટિવાને ટક્કર માર્યા પહેલા કારને પણ ટક્કર મારી હતી. જોકે, થોડે દૂર ડંમ્પર ચાલકને લોકોએ પકડી લઈને પોલીસને હવાલે કર્યો હતો.

  આ પણ વાંચોઃ-સુરતઃ 'મારા મોત બાદ ઇન્સાફ અપાવજો' દિવાલ ઉપર કારણ લખી પતિનો આપઘાત, માથાભારે પત્નીના ત્રાસથી કંટાળી યુવકે ફાંસો ખાધો

  આ પણ વાંચોઃ-સુરતનો ચેતવણીરૂપ કિસ્સો! ડોક્ટરના ઘરમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરી ઘરઘાટી મહિલા ફરાર, કામની શોધમાં આવી હતી સુરત

  માતા પુત્રી નીચે પટકાતા ડમ્પરના પાછલા ટાયરમાં આવી ગયા
  મળતી માહિતી પ્રમાણે શુક્રવારે સાંજે આશરે ચાર વાગ્યે 43 વર્ષીય રુપિંદર કૌર પોતાની 13 વર્ષની પુત્રી દરવેશઈંદ કોર સાથે એક્ટિવા ઉપર સેક્ટર 67થી ખરડ તરફ જઈ રહી હતી. તેઓ જેવા જ સિંહ શહીદાં ગુરુદ્વારા સામેથી પસાર થતાં હતા ત્યાં જલેબી મોડ પાસે પહોંચ્યા ત્યાં ડમ્પર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. બંને માતા પુત્રી નીટે પટકાતા ટીપરના પાછળના ટાયરોમાં આવી ગયા હતા. અને ટીપરના ટાયર બંને ઉપરથી ફરીવળ્યા હતા.  ડમ્પરમાં માટી ભરેલી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ કમકમાટી ભર્યા અકસ્માતના માતા-પુત્રીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ડમ્પર ચાલકની બેદરકારીના કારણે એક પરિવાર વેરવિખેર થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
  Published by:ankit patel
  First published: