મધર ડેરીની જાહેરાત, પોતાનું વાસણ લઈને આવો અને લિટરે રૂ. 4 સસ્તુ દૂધ મેળવો

ફાઇલ તસવીર

લોકો લૂઝ (ટોકન દૂધ) ખરીદવા માટે પ્રેરાય તે માટે ડેરી તરફથી આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

 • Share this:
  નવી દિલ્હી : ઓક્ટોબર મહિનો લોકો માટે અનેક ખુશખબર લઈને આવ્યો છે. થોડા દિવસ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ લોકોને પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. નરેન્દ્ર મોદીની આ અપીલ મધર ડેરીએ સાંભળી લીધી છે. ડેરીએ એક મોટો નિર્ણય લેતા લૂઝ દૂધના (ટોકનવાળું દૂધ) ભાવમાં રૂ. 4નો ઘટાડો કરી દીધો છે. હાલ દિલ્હીમાં 900 બૂથ પર લોકો આ દૂધ મેળવી શકશે. કહેવામાં આવી રહ્યું છે કે લોકો લૂઝ (છૂટું દૂધ) ખરીદવા માટે પ્રેરાય તે માટે ડેરી તરફથી આ પ્રયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે દૂધ પ્લાસ્ટિકની થેલીમાં વેચવામાં આવે છે, પરંતુ જો તમે પોતાનું વાસણ લઈને દૂધ ખરીદવા જશો તો આવું દૂધ પ્લાસ્ટિક પેકિંગ કરતા રૂ. ચાર સસ્તું મળશે.

  આ અંગે કંપનીએ નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે દૂધની કિંમતમાં રૂ. 4નો ઘટાડો કરતા ગ્રાહકોને વર્ષે રૂ. 90 કરોડનો ફાયદો થશે. આ દૂધ મધર ડેરીના આઉટલેટ્સ પણ ઉપલબ્ધ હશે. આ માટે કંપની પોતાની ક્ષમતાને પણ વધારશે. લોકો વેન્ડિંગ મશીનથી આ દૂધ મેળવી શકશે.

  પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટશે

  કંપનીના અધિકારી સંગ્રામ ચૌધરીને કહેવું છે કે અમે ગ્રાહકોને વિનંતી કરીએ છીએ કે તેઓ પર્યાવરણની જાળવણી માટે ગુણવત્તાવાળા ટોકન દૂધને અપનાવી પોતાનું યોગદાન આપે. એક લીટર દૂધના પેકિંગમાં 4.2 ગ્રામ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. એવામાં લૂઝ દૂધના વેચાણથી વર્ષે 900 મેટ્રિક ટન પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ થશે. આવું કરીને પ્લાસ્ટિકથી પર્યાવરણને થતું નુકસાન ઓછું કરી શકાશે.

  ડેરીના જણાવ્યા પ્રમાણે દિલ્હી ઉપરાંત તેની આસપાસના વિસ્તારો જેવા કે, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદ, સાહિબાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં પણ ટોકનવાળું દૂધ મળશે. આ માટે ડેરીએ ખાસ યોજના તૈયાર કરી છે. દૂધની માંગને પહોંચી વળવા માટે ડેરીએ પોતાની ક્ષમતા પણ વધારી છે. દૂધની માંગણીને પૂરી કરવા માટે ડેરીએ પોતાની દરરોજની ક્ષમતા 10 લાખ લીટર જેટલી વધારી છે.

  સાથે સાથે ડેરી એવી યોજના પણ બનાવી રહી છે જેમાં પ્લાસ્ટિકની થેલીમાં દૂધનું પેકિંગ કરવાને બદલે ગ્રાહકોના ઘર સુધી સીધું દૂધ પહોંચાડી દેવામાં આવે. આ માટે ડેરી ખાસ વ્યવસ્થા ગોઠવી રહી છે. ડેરી હાલમાં છ લાખ લીટર દૂધ ટોકન અને વેન્ડિંગ મશીનથી વેંચે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: