આસામમાં મોબ લિંચિંગ, માતા-પુત્રની ઢોર માર મારી હત્યા

અહીં એક મહિલાનો મૃતદેહ મળ્યા બાદ બેકાબુ ભીડે એક મહિલા અને તેના પુત્રને એટલો ઢોર માર માર્યો કે બંનેનું મોત થઇ ગયું

News18 Gujarati
Updated: June 8, 2019, 4:50 PM IST
આસામમાં મોબ લિંચિંગ, માતા-પુત્રની ઢોર માર મારી હત્યા
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 8, 2019, 4:50 PM IST
આસામના તિનસુકિયા જિલ્લામાં મોબ લિંચિંગની ઘટના સામે આવી છે. અહીં એક મહિલાનો મૃતદેહ મળ્યા બાદ બેકાબુ ભીડે એક મહિલા અને તેના પુત્રને એટલો ઢોર માર માર્યો કે બંનેનું મોત થઇ ગયું. કહેવામાં આવી રહ્યું છે કે જે સમયે આ ઘટના બની ત્યારે પોલીસકર્મી પણ ત્યાં તહેનાત હતા, પરંતુ તેઓએ ભીડને રોકવાનો પ્રયાસ કર્યો નહીં.

જાણકારી પ્રમાણે આસામના તિનસુકિયા જિલ્લાના રંગપુરીમાં છેલ્લા બે દિવસથી મહિલા પોતાના બે મહિનાના પુત્ર સાથે ગુમ હતી, પરિવારજનોનો આરોપ છે કે મહિલાને તેના સાસરિયાવાળાઓએ ખુબ જ ત્રાસ આપ્યો હતો, શનિવારે મહિલાનો મૃતદેહ શૌચાલયની ટાંકી પાસેથી મળી આવ્યો. આ વાતથી નારાજ પરિવારજનોએ ગામજનોની મદદથી તેના ઘર પર હુમલો કર્યો, આ દરમિયાન ભીડ બેકાબુ બની અને તેઓએ મહિલા જમુના તાતિના પતિ અજય તાતી અને સા રાધા તાતીને ઘરની બહાર કાઢ્યા અને લાકડી ડંડાથી ઢોર માર માર્યો.

અહીં ક્લિક કરી વાંચોઃ અમદાવાદ બાદ રાજકોટમાં! ભાજપનાં નેતાએ મહિલા સાથે કર્યો અભદ્ર વ્યવહાર

કહેવામાં આવી રહ્યું છે કે ભીડે બંનેને ત્યાં સુધી માર માર્યો જ્યાં સુધી બંનેનું મોત ન થઇ જાય, ઘટનાની જાણ થતા જ ગામમાં પોલીસ પણ આવી પહોંચી હતી, પરંતુ ગામજનોનો ગુસ્સો જોઇ તે સાઇડમાં ઉભી રહી અને જોતી રહી. જો કે બાદમાં તેણે ઘાયલોને સારવાર અર્થે ખસેડ્યા પરંતુ રસ્તામાં જ તેનું મોત થઇ ગયું.
First published: June 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...