Home /News /national-international /અચાનક જમીન ધ્રૂજવા લાગી, ખોદ્યું તો મળી આવી 3 વર્ષની બાળકી! બહાર આવીને તેણે જે વાત કહી તે સાંભળીને કાળજુ કંપી ઉઠશે!

અચાનક જમીન ધ્રૂજવા લાગી, ખોદ્યું તો મળી આવી 3 વર્ષની બાળકી! બહાર આવીને તેણે જે વાત કહી તે સાંભળીને કાળજુ કંપી ઉઠશે!

ગામના લોકો અને સ્થાનિક મહિલાઓની મદદથી બાળકીનો જીવ બચી શક્યો હતો

Crime News : 'રામ રાખે તેને કોણ ચાખે' તે કહેવત 3 વર્ષની બાળકીના કિસ્સામાં સાચી પડી છે

    બિહારના (Bihar)છપરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલો એક માસૂમ બાળકીને જીવતી દફનાવી દેવાનો છે. બાળકીને જીવતી દાટી દીધા બાદ આરોપીઓ ગાયબ થઈ ગયા હતા. પરંતુ કહેવાય છે કે રામ રાખે તેને કોઈ મારી શકતું નથી. જમીનમાં દટાયેલી હોવા છતાં બાળકીનો શ્વાસ ચાલી રહ્યો હતો. જ્યારે તે બાળકી પડખું ફરતી હતી, ત્યારે ઉપરની જમીન હલતી હતી. જ્યારે બાળકીને જમીનમાંથી બહાર કાઢવામાં આવી, ત્યારે ત્રણ વર્ષની બાળકીએ જે કહ્યું તે સાંભળીને કાળજુ કંપી ઉઠે.

    મોતને હરાવીને બહાર આવેલી માસૂમ બાળકીએ જણાવ્યું કે તેની માતા અને દાદીએ તેના મોઢામાં માટી નાખી અને પછી તેને દફનાવી દીઘી હતી. ગામના લોકો અને સ્થાનિક મહિલાઓની મદદથી તેનો જીવ બચી શક્યો હતો.

    આ પણ વાંચો - મહિલા મિત્રના જન્મ દિવસ પર ખુલ્લી તલવાર સાથે રોલો પાડવો યુવકને ભારે પડ્યો, જાણો શું છે ઘટના

    આ ઘટના કોપા મરહા નદીના કિનારે આવેલા કબ્રસ્તાનની છે. સ્થાનિક મહિલાઓ ઘરેલુ કામ માટે ત્યાં પહોંચી હતી. અચાનક એ લોકોએ જોયું કે એક જગ્યાની માટી જાતે જ હલી રહી છે. જે બાદ તેઓએ બૂમો પાડીને ગ્રામજનોને બોલાવ્યા હતા.

    સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. બાળકી તેના ગામનું નામ પોલીસ ને કહી શકી નથી. પોલીસનું કહેવું છે કે બાળકીને થોડા સમય અગાઉ જ દાટવામાં આવી હશે, તેથી જ તે બાળકી બચી ગઈ. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. સ્થાનિક SHO અને ASI રવિન્દ્ર સિંહે ઘટનાસ્થળે જઈને તપાસ કરી હતી અને બાળકીને સારવાર માટે સદર હોસ્પિટલમાં મોકલી અપાઈ હતી.

    આ પણ વાંચો - પત્નીને સરકારી નોકરી લાગી તો પતિને છોડી દીધો, ઓળખવાથી પણ કર્યો ઇન્કાર

    બાળકીનું કહેવું છે કે તેની માતા તેને ફરવા માટે અહીં લાવી હતી. તેણે તેની માતાનું નામ રેખા દેવી અને પિતાનું નામ રાજુ શર્મા હોવાનું જણાવ્યું છે. તે ખૂબ રડી રહી હતી. તેણે સ્પષ્ટપણે કહ્યું કે તેના મોઢામાં માટી ભર્યા બાદ તેને દાટી દેવામાં આવી હતી. પોલીસે આરોપીઓને શોધવા માટે અને રેખા દેવી અને રાજુ શર્માની ધરપકડ કરવા માટે પોલીસકર્મીઓને કામે લગાડી દીધી છે. હાલમાં બાળકીની સારવાર ચાલી રહી છે.
    First published: