મા-દીકરીએ સોનાનો દોરો તોડીને ભાગી રહેલા ચોરને જાહેરમાં લમધાર્યો

News18 Gujarati
Updated: September 4, 2019, 12:55 PM IST
મા-દીકરીએ સોનાનો દોરો તોડીને ભાગી રહેલા ચોરને જાહેરમાં લમધાર્યો
સીસીટીવી ફૂટેજમાંથી લેવાયેલી તસવીર

સોનાનો દોરો તોડીને ભાગવા જતાં વ્યક્તિને માતા અને દીકરીએ પકડીને બાઇક પરથી પછાડી દીધો હતો.

  • Share this:
નાંગલોઇ : નવી દિલ્હીમાં એક મહિલા અને તેની દીકરીએ ગળામાંથી દોરો તોડીને ભાગી રહેલા બે બાઇક સવારોમાંથી એકને ઝડપી પાડ્યો હતો અને રસ્તા વચ્ચે જ તેની ધોલાઇ કરી હતી. આ આખો બનાવ રસ્તા પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે.

દિલ્હીના નાંગલોઇ વિસ્તારના સીસીટીવીમાં જોઈ શકાય છે કે મહિલા તેની દીકરી સાથે રસ્તો પાર કરી રહી છે. આ સમયે એક બાઇક તેની નજીક આવે છે અને પાછળ બેઠેલો વ્યક્તિ મહિલાના ગળામાંથી દોરો તોડી લે છે. ગળામાંથી દોરો તૂટતા જ મહિલા અને તેની દીકરી બાઇકમાં પાછળ બેઠેલા વ્યક્તિને પકડી રાખે છે, અને બાઇક ચાલક અને દોરો તોડનાર વ્યક્તિને રોડ પર પછાડી દે છે. આ દરમિયાન બંનેમાંથી એક વ્યક્તિ ત્યાંથી ભાગવામાં સફળ રહે છે, જ્યારે એક વ્યક્તિ પકડાય જાય છે. જે બાદમાં મહિલા અને તેની દીકરીએ રોડ પર નીચે પટકાયેલી વ્યક્તિની ધોલાઈ કરી હતી. આ દરમિયાન આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેમણે પણ પોતાનો હાથ સાફ કર્યો હતો.

આ બનાવ 30મી ઓગસ્ટનો છે. બનાવ બાદ સ્થળ પર આવી પહોંચેલી પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. બાદમાં બીજા વ્યક્તિની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી.

પોલીસે ધરપકડ કરેલા આરોપીનું નામ અબ્દુલ શમશાદ અને વિકાસ જૈન છે.

તપાસમાં માલુમ પડ્યું છે કે બંને અનેક ગુનાહિત કેસમાં સંડોવાયેલા છે. આ પહેલા બંનેએ સોનાના બે દોરાની ચોરી કરી હતી. આ ઉપરાંત બંનેએ ત્રણ બાઇક, બે મોબાઇલ ફોનની પણ બંનેએ ચોરી કરી હતી.
First published: September 4, 2019
વધુ વાંચો
अगली ख़बर