Home /News /national-international /

દુનિયાનો સૌથી ખતરનાક આતંકી બગદાદી વર્ષો બાદ આવ્યો સામે

દુનિયાનો સૌથી ખતરનાક આતંકી બગદાદી વર્ષો બાદ આવ્યો સામે

  છેલ્લા કેટલાક વર્ષોથી દુનિયાભરમાં આતંક મચાવનાર અને સીરિયા અને ઇરાનમાં સિવિલ યુદ્ધનું કારણ બનેલા અબુ અલ બકર બગદાદી ફરી દુનિયા સામે આવ્યો છે. છેલ્લે બગદાદી 20014માં દેખાયો હતો, ત્યારબા તે ગાયબ થઇ ગયો હતો. તો ઘણી વખત બગદાદીના મોતના સમાચાર પણ આવી ચૂક્યા છે. જો કે ફરી તે નજરે પડતા અમેરિકા સહિતના દેશો અચંબામાં મૂકાયા છે.

  ઇરાકથી લઈને સીરિયા સુધી ટનબંધ ગોળાબારી કરી હજારો લોકોને ખપાવી દીધા બાદ પણ સૌથી ખૂંખાર આતંકવાદી સંગઠન ISના ચીફ અબૂ અલ બકર બગદાદી જીવિત છે, ઉપરાંત અમેરિકાના સૈન્યની પકડમાંથી પણ જોજન દૂર છે. બગદાદીનો વધુ એક સામે આવ્યા બાદ વૈશ્વિક દેશો અને ખાસ કરીને અમેરિકાની ઉંઘ ઉડી ગઇ છે. બગદાદીનો વીડિયો એવા સમયે આવ્યો છે જ્યારે ઇરાક અને સીરિયામાં ISનો અંત આવી ગયો છે. એક રિસર્ચ અનુસાર, અમેરિકાએ 2001-2018 સુધી આ જંગમાં અંદાજિત 6 અબજ ડોલરનો ખર્ચ કર્યો છે. આ રકમ અફઘાનિસ્તાન, ઇરાક, સીરિયા અને પાકિસ્તાનમાં આતંકવાદને ખતમ કરવા પાછળ ખર્ચ થઇ છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ ડ્રગ્સ રાખવાના કેસમાં જાપાનની કોર્ટે નેસ વાડિયાને ફટકારી બે વર્ષની સજા

  બગદાદીનો લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે જેમાં તેણે શ્રીલંકામાં ઇસ્ટર પ્રસંગે થયેલા સીરિયલ બ્લાસ્ટમાં 250થી વધુ લોકોનાં મોતની પ્રશંસા કરી છે. બગદાદીનો આ વીડિયો પાંચ વર્ષ બાદ સામે આવ્યો છે. આ વીડિયોમાં બગદાદી શ્રીલંકામાં થયેલા હુમલાનો બગૂસ (સીરિયા) હુમલાનો બદલો ગણાવી રહ્યો છે. 18 મિનિટના આ વીડિયોમાં બગદાદીની સાથે વધુ ત્રણ લોકો છે. આ તમામ એક રૂમમાં રાઇફલ લઇને બેઠેલા છે. શ્રીલંકાના સમાજ સુધારકોને તેણે કાંટા સમાન ગણાવ્યા છે.

  આતંકી બગદાદીના મોતના સમાચાર અંદાજિત આઠ વખત સામે આવ્યા છે. ગત મહિને જ જ્યારે સીરિયામાં આઇએસના સામ્રાજ્યના અંતની જાહેરાત કરવામાં આવી, ત્યારે પણ આ જ સવાલ ઉભો થયો કે, આખરે બગદાદી છે ક્યાં? આ સવાલનો જવાબ હજુ સુધી કોઇની પાસે નહતો. અમેરિકાએ મે 2017માં દાવો કર્યો હતો કે, સીરિયાના રક્કામાં અમેરિકા મિસાઇલ હુમલામાં બગદાદીને નિશાન બનાવ્યો હતો. ત્યારબાદ એક અખબારે દાવો કર્યો છે કે, બગદાદી ઉત્તર-પૂર્વ, સીરિયા-ઇરાક બોર્ડરના સીરિયલ વિસ્તાર ડેર ઇજ્જોર પ્રાંતમાં છૂપાયેલો છે. અખબારે દાવો કર્યો હતો કે, તે ઘાયલ છે. વળી, ઓગસ્ટ 2018માં એક ઓડિયો સામે આવ્યો હતો જેમાં કથિત રીતે બગદાદી અમેરિકા અને રશિયાને ધમકી આપતો હતો. આઇએસનો ચીફ અંતિમવાર જૂલાઇ 2014માં ઇરાકના બીજાં મોટાં શહેર મોસૂલમાં જાહેરમાં જોવા મળ્યો હતો.

  અબૂ બક્ર અલ બગદાદીનો જન્મ 1971માં ઇરાકના સામર્રામાં થયો હતો. બગદાદીના અનેક બીજાં નામ છે જે સામે આવી ચૂક્યા છે. જેમાં અલી બદરી સામર્રાઇ, અબૂ દુઆ, ડોક્ટર ઇબ્રાહીમ, અલ કર્રાર અને અબૂ બર્ક અલબગદાદી સામેલ છે. બગદાદીના પિતા સલફી તકફીરી વિચારધારાને માને છે. શરૂઆતના દોરમાં બગદાદીએ ધર્મ-પ્રચારની સાથે આગળ વધવાનું શરૂ કર્યુ, પરંતુ બાદમાં તેનો ઝૂકાવ જેહાદી વિચારધારા તરફ વળ્યો. આ વિચારધારાએ ઇરાકના દિયાલા અને સામર્રાને જેહાદી પૃષ્ઠભૂમિનું કેન્દ્ર પણ બનાવ્યું. બગદાદીએ ઇસ્લામી વિજ્ઞાન વિશ્વવિદ્યાલયથી ઇસ્લામી વિજ્ઞનામાં માસ્ટર ડિગ્રી અને પીએચડી કર્યુ છે. તે 2003માં ઇરાકમાં અમેરિકાની ઘૂસણખોરી બાદ અન્ય જૂથની સાથે અમેરિકન સૈન્ય સામે લડ્યો હતો. 2010માં તે ઇરાકના અલકાયદાનો નેતા બની ગયો.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: United states, ઇરાક, સીરિયા

  આગામી સમાચાર