Home /News /national-international /

LAC પર 1962 બાદ સૌથી વધુ ગંભીર સ્થિતિઃ વિદેશ મંત્રી એસ. જયશંકર

LAC પર 1962 બાદ સૌથી વધુ ગંભીર સ્થિતિઃ વિદેશ મંત્રી એસ. જયશંકર

વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, સરહદ વિવાદનો ઉકેલ શોધી લેવો જોઈએ. (ફાઇલ તસવીર)

વિદેશ મંત્રીએ લદાખની સ્થિતિને 1962ના સંઘર્ષ બાદ ‘સૌથી ગંભીર’ ગણાવી અને કહ્યું કે બંને તરફથી LAC તૈનાત સુરક્ષા દળોની સંખ્યા પણ ‘અભૂતપૂર્વ’

  નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishankar) એ કહ્યું છે કે ચીનની સાથે સરહદ વિવાદ (India China Face off)નું સમાધાન તમામ સમજૂતી અને સહમતિઓનું સન્માન કરતાં અને એકતરફી રીતે યથાસ્થિતિમાં ફેરફારના પ્રયાસ કર્યા વગર જ પ્રસ્તાવિત કરવું જોઈએ. તેઓએ આ મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું. એસ. જયશંકરે લદાખની સ્થિતિને 1962ના સંઘર્ષ બાદ ‘સૌથી ગંભીર’ ગણાવી અને કહ્યું કે બંને તરફથી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર હજુ તૈનાત સુરક્ષા દળોની સંખ્યા પણ ‘અભૂતપૂર્વ’ છે.

  વિદેશ મંત્રીએ આ ઉપરાંત કહ્યું કે, તમામ સરહદી સ્થિતિઓનું સમાધાન ડિપ્લોમેટિકના માધ્યમથી થયું. પોતાના પુસ્તક ‘ધ ઈન્ડિયા વેઃ સ્ટ્રેટેજિક ફોર એન અનસર્ટેન વર્લ્ડ’ (INDIA WAY: Strategies for an Uncertain World) ના લોકાર્પણથી પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે ચીનની સાથે સરહદ વિવાદનું સમાધાન તમામ સમજૂતી અને સહમતિઓનું સન્માન કરીને અને એકતરફી રીતે યથાસ્થિતિમાં ફેરફારના પ્રયાસ કર્યા વગર પ્રસ્તાવિત કરવું જોઈએ. તેઓેએ આ મુદ્દા પર ભારતનું વલણ સ્પષ્ટ કર્યું.

  આ પણ વાંચો, સેવા દિવસ તરીકે ઉજવાશે PM મોદીનો 70મો જન્મદિવસ, BJP માસ્ક વહેંચશે, બ્લડ ડોનેશન કેમ્પનું થશે આયોજન

  પોતાના પુસ્તકના લોકાર્પણ પહેલા રેડિફ ડોટ કોમને આપેલા ઇન્ટરવ્યૂમાં વિદેશ મંત્રીએ કહ્યું કે, જેમ કે તમે જાણો છો, આપણે ચીનની સાથે ડિપ્લોમેટિક અને સૈન્ય બંને માધ્યમોથી વાતચીત કરી રહ્યા છીએ. હકિકતમાં બંને સાથે ચાલી રહ્યા છે. તેઓએ કહ્યું કે, પરંતુ જ્યારે વાત સમાધાન શોધવાની હોય છે, ત્યારે આ તમામ સમજૂતી તથા સહમતિઓનું સન્માન કરીને પ્રસ્તાવિત કરવું જોઈએ અને એકતરફી રીતે યથાસ્થિતિમાં ફેરફારનો પ્રયાસ ન થવો જોઈએ.

  આ પણ વાંચો, ચીનના રાજદૂતે કહ્યું, ગલવાનમાં થયેલું હિંસક ઘર્ષણ દુર્ભાગ્યપૂર્ણ હતું, સંઘર્ષ ટાળવો જરૂરી

  વિદેશ મંત્રીને એવું પૂછવામાં આવ્યું કે, તેઓએ સરહદ વિવાદ પહેલા લખેલા પોતાના પુસ્તકમાં ભારત અને ચીનના ભવિષ્યનું ચિત્રણ કેવી રીતે કર્યું છે, તો તેઓએ જણાવ્યું કે, બંને માટે અત્યંત મહત્વપૂર્ણ સંબંધ છે અને તેના માટે રણનીતિ અને દૃષ્ટિની જરૂર છે.

  ઉલ્લેખનીય છે કે, ભારત ભાર મૂકી રહ્યું છે કે ચીનની સાથે સરહદ ઘર્ષણનું સમાધાન બંને દેશોની વચ્ચે સરહદ પર પ્રબંધન માટે હાલ સમજૂતી અને પ્રોટોકોલને અનુરૂપ શોધવું જોઈએ.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: India China Conflict, LAC, Ladakh tension, S Jaishankar, ચીન, ભારત, મોદી સરકાર, યુધ્ધ

  આગામી સમાચાર