Home /News /national-international /

મોટાભાગના ભારતીયોને મે અથવા જુલાઈના અંત સુધીમાં કોરોના સંકટ ખતમ થઈ જવાની આશા : સર્વે

મોટાભાગના ભારતીયોને મે અથવા જુલાઈના અંત સુધીમાં કોરોના સંકટ ખતમ થઈ જવાની આશા : સર્વે

બેઠકોમાં ઉદ્યોગ જગતના મોટોભાગના આગેવાનોએ કામકાજનો સમય વધારવાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે કામ કરવાની સીમા 12 કલાકની થાય તો લોકડાઉન સમયે જે નુક્શાન થયું છે તેની ભરપાઇ થઇ શકે. વળી કર્મચારીઓના બંને તરફથી સામાજીક સુરક્ષાથી જોડાયેલા ખર્ચમાં કપાત કરવાની સલાહ પણ આપવામાં આવી.

ભારતમાં મોટોભાગના લોકોનું માનવું છે કે, અહીં કોરોના સંકટ દુનિયાના મુકાબલે ઝડપી સમાપ્ત થઈ જશે.

    મુંબઈ : કોરોના વાયરસ સંકટને લઈ જ્યાં દુનિયાભરમાં હાહાકાર છે, ત્યારે મોટાભાગના ભારતીય આ મામલામાં આશાવાદી છે. એક સર્વક્ષણ અનુસાર, ભારતમાં મોટાભાગના લોકોનું માનવું છે કે, કોરોના વાયરસનું સંકટ મે અથવા જુલાઈના અંત સુધી ખતમ થઈ જશે. લંડનની વૈશ્વિક બજાર શોધ કંપની 'યૂગવ'ના સર્વેક્ષણ અનુસાર, ભારતમાં સર્વેક્ષણમાં સામેલ અડધાથી ઉપર લોકોએ કોરોના વાયરસ સંકટ આગામી ત્રણ મહિનામાં સમાપ્ત થઈ જવાની આશા વ્યક્ત કરી છે. પરંતુ કેટલાકનું માનવું છે કે, આમાં વધારે સમય લાગી શકે છે.

    કેટલાક દેશોએ કોરોના વાયરસના ફેલાવને નિયંત્રિત કર્યો છે અને છેલ્લા કેટલાક દિવસોમાં તેમના ત્યાં કોઈ નવો મામલો નથી આવ્યો. ભારતમાં મોટોભાગના લોકોનું માનવું છે કે, અહીં કોરોના સંકટ દુનિયાના મુકાબલે ઝડપી સમાપ્ત થઈ જશે.

    48 ટકા લોકોએ માન્યું કે, જૂલાઈના અંત સુધીમાં ખતમ થઈ જશે

    સર્વેક્ષણમાં સામેલ 48 ટકા લોકોને લાગે છે કે, દેશમાં કોરોના વાયરસસંકટ મે અથવા જૂલાઈના અંત સુધીમાં ખતમ થઈ જશે. જ્યારે વૈશ્વિક સ્તર પર 40 ટકા લોકો જ એવું માને છે. લગભગ 32 ટકા ભારતીયોને લાગે છે કે, આ સંકટ પર ઓગસ્ટ અથવા ઓક્ટોબરના અંત સુધીમાં કાબુ મેળવી શકાશે. જોકે, 36 ટકા લોકોને લાગે છે કે, આનાથી વૈશ્વિક પરિસ્થિતિ બદલાઈ જશે.

    28 એપ્રિલથી 1 મે વચ્ચે થયું આ સર્વેક્ષણ

    માત્ર સાત ટકા ભારતીય લોકોને 1 વર્ષ સુધી કોરોના વાયરસ રહે તેવી સંભાવના લાગે છે. જ્યારે વૈશ્વિક સ્તર પર પણ 10 ટકા લોકો જ આવું માને છે. યૂગવે બારતમાં લગભગ 900 વયસ્કો વચ્ચે 28 એપ્રિલથી 1 મે વચ્ચે ઓનલાઈન સર્વેક્ષણ કર્યું. યૂગવની પેનલ પર દુનિયાભરના 60 લાખ લોકોથી વધારે લોકો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Corona Crisis, Coronavirus, COVID-19, Indians, Survey

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन