ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણી 2019 સંપન્ન થઈ ગઈ છે. તેમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. ભાજપના નેતૃત્વમાં એનડીએને કુલ 353 સીટો જીતી લીધી. ભાજપે એકલા જ કુલ 542 સીટો પર થયેલી ચૂંટણીમાંથી 303 સીટો પર જીતીને વિપક્ષને ધરાશાઈ કરી દીધું. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની નવી સરકારની રચના પણ થઈ ગઈ છે. આ પ્રકારની તમામ જાણકારી હવે સામાન્ય થઈ ગઈ છે. પરંતુ એક રિસર્ચમાં લોકસભા ચૂંટણી 2019 વિશે એવી જાણકારીનો ખુલાસો કર્યો છે જે હજુ પણ આપને ચોંકાવી દેશે.
લોકસભા ચૂંટણી 2019માં એક વોટ પર ખર્ચ થયા 700 રૂપિયા, કુલ ખર્ચ 60 હજાર કરોડ
સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝે (CMS) લોકસભા ચૂંટણીના ખર્ચા પર એક રિસર્ચ પ્રકાશિત કર્યુ છે. તે મુજબ, લોકસભા ચૂંટણી 2019માં કુલ 60 હજાર કરોડ રૂપિયા પાણીની જેમ વહ્યા છે. તે હિસાબથી જોઈએ તો સરેરાશ દરેક વોટની પાછળ 700 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો.
સાંસદજીએ કેટલો ખર્ચ કર્યો
સીએમએસના અધ્યયન મુજબ ભારતની તમામ 543 લોકસભા ક્ષેત્રોમાં સરેરાશ તમામમાં 100 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં આવ્યો. ત્યાં સુધી કે આ વખતની ચૂંટણીમાં માત્ર એક સીટ ઉપર જ ચૂંટણી રદ કરવામાં આવી અને તેની પાછળનું કારણ લોકસભા ક્ષેત્રોમાં પૈસાની અનિયમિતતા જ રહ્યું. ચૂંટણી પંચે તમિલનાડુના વેલ્લોરમાં ચૂંટણી દરમિયાન ઘણી માત્રામાં પૈસા જપ્ત કર્યા અને ચૂંટણી રદ કરી. એવામાં કુલ 542 સીટો પર જ ચૂંટણી યોજાઈ. પરંતુ આ 542 સીટો પર જ લોકસભા ઉમેદવારોએ 60 હજાર કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરી દીધો.
આ ચૂંટણીને ભારતીય ઈતિહાસની સૌથી મોંઘી ચૂંટણી માનવામાં આવી રહી છે. એટલું જ નહીં અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણીનો રેકોર્ડ આ ચૂંટણીને તોડી દીધી છે. અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી લોકસભા ચૂંટણી 2014 હતી. જેમાં કુલ 30 હજાર કરોડ રૂપિયા ખર્ચ થયો હતો. પરંતુ આ વખતની ચૂંટણી પર તેનાથી બેગણાથી વધુ ખર્ચ થયો.
ભારતની નહીં દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી
સીએમએસનો દાવો છે કે લોકસભા ચૂંટણી 2019 ભારતની જ નહીં સમગ્ર દુનિયાની સૌથી મોંઘી ચૂંટણી હતી. આજ સુધી સમગ્ર દુનિયામાં આટલો ખર્ચ કોઈ કરીને કોઈ દેશના ઉમેદવારોએ ચૂંટણી નથી લડી. આ પહેલીવાર હતું જ્યારે કોઈ દેશની ચૂંટણીમાં 60 હજાર કરોડ રૂપયિા ખર્ચ કરવામાં આવ્યો.
કયાં ખર્ચાયા આ પૈસા?
સીએમએસની રિસર્ચમાં એ વાતનો ખુલાસો થયો છે કે 60 હજાર કરોડ રુપિયાનો ખર્ચ શેના પર થયો છે. રિપોર્ટ દાવો કરે છે કે લોકસભા ચૂંટણી 2019માં વોટરોને 12થી 15 હજાર કરોડ રૂપિયા વહેંચવામાં આવ્યા. આ પૈસા રોકડ અને અનેકવાર ખાવા-પીવડાવવામાં પર ખર્ચ થયો. જ્યારે ઉમેદવારોએ પોતાની વિજ્ઞાપનો પર લગભગ 20થી 25 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરી દીધો. આ ઉપરાંત પોતાના આંકડા ખરીદવા પર ઉમેદવારોએ લગભગ 5થી 6 હજાર કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા.
આ ઉપરાંત ઉમેદવારોએ ચૂંટણી પંચની મંજૂરીથી કરવામાં આવતા ખર્ચના હિસાબથી 10થી 12 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરી દીધા. જ્યારે વાહનોમાં પેટ્રોલ વગેરે નાના-મોટા બીજા પર લગભગ બધાએ પાંચથી છ કરોડ રૂપિયા ખર્ચ કર્યા. આ આંકડાઓ જોડવાથી આ રકમ લગભગ 55થી 60 હજાર કરોડે પહોંચી જાય છે.
ચૂંટણી પંચે કેટલા રૂપિયા ખર્ચ કરવાની આપે છે મંજૂરી
લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પંચ ઉમેદવારોને 70 લાખ રૂપિયા ચૂંટણી પ્રચારમાં ખર્ચ કરવાની મંજૂરી આપે છે. એવામાં જો આ વખતે મેદાનમાં ઉતરનારા તમામ ઉમેદવારોના આંકડા કાઢી દઈએ તો પણ આ આંકડા 12 હજાર કરોડથી વધુ નથી જતો. પરંતુ આ ચૂંટણીમાં ઉમેદવારોએ પોતાની નિયત સીમાથી લગભગ પાંચ ગણા વધુ પૈસા ખર્ચ કર્યા.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર