Home /News /national-international /Covid19: શું વિશ્વભરમાં ફરી છવાશે મહામારીના કાળા વાદળો? અમેરિકન લેબમાં તૈયાર થયો સૌથી ઘાતક વેરીએન્ટ

Covid19: શું વિશ્વભરમાં ફરી છવાશે મહામારીના કાળા વાદળો? અમેરિકન લેબમાં તૈયાર થયો સૌથી ઘાતક વેરીએન્ટ

કોરોનાનો સૌથી ભયાનક વેરિએન્ટ

CORONA VIRUS DEVLOPED IN US LAB: અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ દાવો કર્યો છે કે તેમણે કોવિડ-19નો એવો વેરિએન્ટ શોધી કાઢ્યો છે, જે ગંભીર રોગોનું કારણ બની શકે છે અને તેનો મૃત્યુદર 80 ટકા છે.

  Covid19 VARIANT: કોરોના વાયરસના એક બાદ એક આવી રહેલા વેરીએન્ટે (Covid-19 Variant) વિશ્વને સાવધાન રહેવા મજબૂર કરી દીધા છે. એક તરફ વિશ્વભરમાં ઓમિક્રોન વેરીએન્ટ (Omricron Variant) ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યો છે, તો બીજી બાજુ અમેરિકામાં કોવિડ-19નો એક એવો વેરીએન્ટ (New Covid-19 Variant in America) સામે આવ્યો છે, જે અત્યાર સુધીના તમામ વેરીએન્ટમાં સૌથી ખતરનાક છે. અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટી (Bostan University)ના સંશોધકોએ દાવો કર્યો છે કે તેમણે કોવિડ-19નો એવો વેરિએન્ટ શોધી કાઢ્યો છે, જે ગંભીર રોગો (Dangerous Variant of Covid-19)નું કારણ બની શકે છે અને તેનો મૃત્યુદર 80 ટકા છે. જો કે આ રિસર્ચ ટીમનું કહેવું છે કે, દુનિયામાં ફેલાઈ રહેલો ઓમિક્રોનનો નવો વેરિએન્ટ મનુષ્ય માટે બહુ ઘાતક નથી. આ રીસર્ચ બાદ વિશ્વભરના વૈજ્ઞાનિકો તેને આગ સાથે રમવા જેવી બાબત ગણવી રહ્યા છે.

  5 ગણો ખતરનાક છે આ વાયરસ

  રિપોર્ટમાં સંશોધકોએ જણાવ્યું છે કે આ સંશોધન માટે તેઓએ સૌપ્રથમ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટમાંથી સ્પાઈક પ્રોટીન કાઢ્યું હતું અને અને તેને ચીનના વુહાનમાં પ્રથમ વખત મળી આવેલા કોવિડ-19ના સ્ટ્રેન સાથે મિશ્રિત કર્યું હતું. આ સંશોધન ઉંદરો પર કરવામાં આવ્યું હતું. રીસર્ચર્સે તેમના સંશોધનમાં જણાવ્યું હતું કે, ઉંદરમાં ઓમિક્રોનને કારણે હળવા લક્ષણો જોવા મળ્યા હતા અને તે વધુ જીવલેણ સાબિત થયા નથી. પરંતુ લેબમાં બનાવેલ ઓમિક્રોન એસ વાયરસ 80 ટકા મૃત્યુ દર સાથે ગંભીર સ્તરની બીમારી પેદા કરનાર છે.

  સંશોધન દરમિયાન, સંશોધનમાં સામેલ 80 ટકા ઉંદરો નવા માનવસર્જિત કોવિડ સ્ટ્રેનને કારણે મૃત્યુ પામ્યા હતા, જ્યારે માઇલ્ડ ઓમીક્રોન વેરીએન્ટના કારણે ઉંદરોના અન્ય ગૃપને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો ન હતો.

  બોસ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું કે, નવા સ્ટ્રેનમાં ઓમિક્રોનની સરખામણીમાં 5 ગણો વધુ સંક્રમણ દર છે. આ રીસર્ચ બાદ ઘણા લોકોને તે વાત પર શંકા વધવા લાગી છે કે, બની શકે છે કે વિશ્વમાં પહેલી વખત આવેલ કોવિડ-19 વાયરસ પણ લેબોરેટરીમાં થયેલી કોઇ ભૂલનું જ પરીણામ હોઇ શકે છે.

  રીસર્ચ પર શરૂ થયો વિવાદ

  ડેલી મીલે ઇઝરાય સરકારના એક પ્રમુખ વૈજ્ઞાનિક પ્રોફેસર શમૂએલ શાપિરાનો હવાલો આપતા જણાવ્યું કે, જ્યારે કોરોના મહામારી શરૂ થઇ તો ઘણા લોકો માનતા હતા કે આ વાયરસ વુહાન ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીમાં બનાવવામાં આવ્યો હતો. હવે આ શું છે. આ પ્રકારની રીસર્ચ સંપૂર્ણ રીતે પ્રતિબંધિત હોવી જોઇએ. આ આગ સાથે રમવા જેવી વાત છે.

  તો બીજી તરફ અનેક પત્રકારો પણ આ વાત પર સવાલ ઉઠાવી રહ્યા છે. એજરા લેવેન્ટ નામના પત્રકારે જણાવ્યું કે, સરકાર કહે છે કે કાયદાનું પાલન કરનારા લોકો રાઇફલ ન રાખી શકે. કારણ કે તે ખૂબ ખતરનાક છે. જ્યારે બીજી તરફ આટલા ખતરનાક વાયરસ પેદા કરવામાં આવી રહ્યા છે. તો કેનેડાના ન્યૂ બ્રન્સવિક સ્થિત રટગર્સ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિક ડો. રીચર્ચ એબ્રાઇટે આના પર કહ્યું કે, જો આપણે લેબમાં પેદા થનાર આગામી મહામારીથી બચવા માંગીએ છીએ, તો જરૂરી છે કે તે પહેલા સંભવિત મહામારી અંગે સંપૂર્ણ અને મજબૂત રીસર્ચ કરવામાં આવે.

  બોસ્ટન યુનિવર્સિટીએ કરી સ્પષ્ટતા

  રીસર્ચ પર શરૂ થયેલા વિવાદ બાદ બોસ્ટન યુનિવર્સિટીને સ્પષ્ટતા કરવી પડી હતી અને તેના એક પ્રવક્તાએ કહ્યું કે, અમારું સંશોધન વિશ્વભરમાં હાથ ધરવામાં આવેલા આવા અન્ય સંશોધનના તારણોની પુષ્ટિ કરે છે. તે આપણને ભવિષ્યમાં આવનારી મહામારી સામે લડવામાં મદદ કરશે. બોસ્ટન યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી હતી કે, "આ સંશોધન બાયોસિક્યુરિટી લેવલ -3 હેઠળ કરવામાં આવ્યું છે અને એવા કોઈ પુરાવા નથી કે સંશોધન અયોગ્ય રીતે અથવા કોઇ પણ સુરક્ષાના માપદંડો વગર કરવામાં આવ્યું છે. બોસ્ટનના પબ્લિક હેલ્થ કમિશન અને બાયોસેફ્ટી રિવ્યૂ કમિટી દ્વારા પણ આ સંશોધનને મંજૂરી આપવામાં આવી હતી.

  ફંડિંગ કરનાર ઇન્સ્ટિટ્યૂટ પણ અજાણ!

  સંશોધન ટીમ આ રીસર્ચ માટે પોતાના ફંડર્સ નેશનલ ઇન્સ્ટિટ્યૂ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝ (NIAID) પાસેથી પરવાનગી લીધી નહોતી. એજન્સીએ સ્ટેટ ન્યૂઝને જણાવ્યું કે, તેમને આ અંગે મીડિયા રીપોર્ટ્સ પાસેથી જાણવા મળ્યું અને તેઓ આ અંગે ટીમ પાસેથી જવાબ માંગશે. NIAID ના માઇક્રોબાયોલોજી વિભાગના ડિરેક્ટર એમિલી એર્બાલ્ડિંગે જણાવ્યું હતું કે વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું નથી કે તેઓ આવું કંઈક કરવા જઈ રહ્યા છે. ટીમે એ પણ નથી જણાવ્યું કે તેઓ એવા ખતરનાક વાયરસનો પ્રયોગ કરી રહ્યા છે જે મહામારી લાવી શકે છે. અમે આગામી દિવસોમાં આ અંગે ચર્ચા કરીશું. જો કે, આ સંશોધનને પ્રી-પ્રિન્ટ તરીકે ઓનલાઈન પ્રકાશિત કરવામાં આવ્યું છે અને હજુ સુધી તેની સમીક્ષા કરવામાં આવી નથી.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Coronavirus Covid 19, કોરોના વાયરસ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन