સમજો! કોણ છે એ લોકો, જે Coronaના 80 ટકા કેસ માટે જવાબદાર છે? અમદાવાદમાં અનેક મળ્યા!

News18 Gujarati
Updated: July 14, 2020, 4:05 PM IST
સમજો! કોણ છે એ લોકો, જે Coronaના 80 ટકા કેસ માટે જવાબદાર છે? અમદાવાદમાં અનેક મળ્યા!
પ્રતિકાત્મક તસવીર

એક ચર્ચમાં કામ કરનાર કોરોના દર્દીએ લગભગ 5 હજાર લોકોને સંક્રમિત કર્યા છે. દર્દીની ઓળખ ગુપ્ત રાખવા માટે તેને પેશન્ટ 31 નામ આપવામાં આવ્યું છે.

  • Share this:
કોરોનાનો ગ્લોબલ આંકડો 1 કરોડ 32 લાખને પાર પહોંચી ગયો છે. આ બધા વચ્ચે એ વાત સામે આવી રહી છે કે, કોરોનાના દરેક દર્દીથી સંક્રમણ નથી પેલાતુ, પરંતુ કેટલાક જ એવા લોકો છે જે સુપર સ્પ્રેડરનું કામ કરે છે. તેમનામાં વાયરલ લોડ એટલો હોય છે કે, તેમનાથી એક-બે નહીં પરંતુ અનેક લોકો સંક્રમિત થઈ શકે છે. મોટાભાગના દેશોમાં આવું બન્યું છે કે, કેટલાક લોકોના કારણે જ વાયરસ ઝડપથી ફેલાયો છે. જાણીએ કેવી રીતે આ વાયરસ કોઈ એક વ્યક્તિમાં ચૂપચાપ પડ્યો રહે છે, જ્યારે કોઈ અન્ય દ્વારા ઝડપથી ફેલાય છે.

મેમાં અમદાવાદમાં અનેક સુપરસ્પ્રેડર મળ્યા. ત્યારબાદ તંત્ર સફાળુ જાગ્યું અને કડક નિયમોનું પાલન શરૂ થયું. અધિકારીઓએ ડર વ્યક્ત કર્યો કે, સુપ્ર સ્પ્રેડર જો બહાર નીકળ્યા તો, તમામ લોકોને કોરોના થઈ શકે છે. એવામાં પ્રશ્ન એ થાય છે કે, આ સુપર સ્પ્રેડર કેવા હોય છે? આ એક અંગ્રેજી શબ્દ છે, જેનો મતલબ છે કોઈ પણ વસ્તુને ઝડપી ફેલાવનારા. કોરોનાના મામલામાં મહામારીના વિસ્ફોટ માટે અજાણતા આ લોકો વધારે જવાબદાર છે. સામાન્ય દર્દી દ્વારા આ વાયરસ 1થી 3 લોકોમાં ફેલાઈ શકે છે. જ્યારે સુપર સ્પ્રેડરથી આ અનેક સ્વસ્થ્ય લોકોમાં પણ ફેલાઈ શકે છે.

વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, કોઈ પણ ફેલવાવાળી બીમારીના 80 ટકા કેસ માટે જવાબદાર માત્ર આ લોકો હોય છે. એવામાં કેવી રીતે પાક્કુ થઈ જાય કે, કોઈ દર્દી કેટલો સંક્રામક છે? જોકે, હાલમાં ખુદ એક્સપર્ટ પણ કોરોના વિશે વધારેમાં વધારે સમજવાની કોશિશ કરી રહ્યા છે. જોકે, એક એવરેજ કાઢતા માનવામાં આવ્યું કે, 2 અથવા 3 લોકોને બીમાર કરવાની જગ્યાએ 10 લોકોને બીમાર કરનારાને સુપ્રર સ્પ્રેડર માનવામાં આવે છે.

આ પણ વાંચોખૂલાસો! અમિતાભ બચ્ચનના ઘરે કેવી રીતે પહોંચ્યો Corona વાયરસ?


તેના પર લંડન સ્કૂલ ઓફ હાઈઝિન એન્ડ ટ્રોપિકલ મેડિસિને વિસ્તારથી સમજાવ્યું, આ મામલે ઈપિડેમિયોલોજિસ્ટ એડમ કુર્ચેસ્કી કહે છે કે, કોરોનાના મામલામાં જોવામાં આવી રહ્યું છે કે, 10 ટકા દર્દીથી જ 80 ટકા સંક્રમણ ફેલાય છે. તેનો મતલબ એ છે કે, બાકી દર્દીઓથી સંક્રમણ ફેલાવવાનો ડર ઓછો રહે છે.દોકે, એ વાતની જાણકારી નથી મળી શકી કે, કેમ કેટલાક લોકોના કારણે આ બીમારી જડપથી ફેલાઈ રહી છે. આ મામલે વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, કેટલાક લોકોના શરીરમાં વાયરસ ઝડપથી વધે છે. જેને કારણે તેમના શરીરમાં વાયરલ લોડ વધારે થઈ જાય છે. એવામાં આવા વ્યક્તિના સંપર્કમાં આવનારને કોરોના વાયરસ થવાનો ડર વધારે રહે છે. જો આવા વ્યક્તિના સંપર્કમાં આવનારની ઈમ્યુનિટી નબળી હોય તો તેવા લોકો તુરંત બીમાર પડી શકે છે.

આ પણ વાંચોસુરત લેડી સિંઘમનું બિરૂદ મેળવનાર સુનીતા યાદવનું ટાઇ ટાઇ ફિસ: મીડિયા સાથે કર્યું ગેરવર્તણૂક


છેલ્લા કેટલાક દિવસમાં સુપરસ્પ્રેડરના મામલા વધારે સામે આવ્યા છે. જેમ કે, દક્ષિણ કોરિયાના એક ચર્ચમાં કામ કરનાર કોરોના દર્દીએ લગભગ 5 હજાર લોકોને સંક્રમિત કર્યા છે. દર્દીની ઓળખ ગુપ્ત રાખવા માટે તેને પેશન્ટ 31 નામ આપવામાં આવ્યું છે. આ 61 વર્ષિય મહિલા ચર્ચની સભ્ય હતી. ચર્ચમાં લાગેલા કેમેરાથી આ વાત સામે આવી છે. આ મામલે મહિલા તથા ચર્ચ વિરુદ્ધ હત્યાની કોશિશની ફોર્મલ ફરિયાદ પણ નોંધાઈ છે, હાલ આ કેસ પેન્ડીંગ છે.

આ પ્રકારનો મામલો ઈટલીમાં પણ જોવા મળ્યો, માનવામાં આવી રહ્યું છે કે, અહીં એક જ વ્યક્તિએ 200 લોકોને સંક્રમિત કર્યા છે. તામિલનાડુના શાકભાજી માર્કેટમાં પણ આ પ્રકારનો મામલો સામે આવ્યો છે. આ કારણોસર રાજ્યોની હાલત સુધરી નથી રહી.
Published by: kiran mehta
First published: July 14, 2020, 4:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading