Home /News /national-international /Coronavirus Symptoms: કોરોનાના સૌથી સામાન્ય લક્ષણ શું? જાણો બધા વેરિયન્ટની સારવાર કેવી રીતે થાય છે
Coronavirus Symptoms: કોરોનાના સૌથી સામાન્ય લક્ષણ શું? જાણો બધા વેરિયન્ટની સારવાર કેવી રીતે થાય છે
ફાઇલ તસવીર
Coronavirus Symptoms: કોરોના સંબંધિત લક્ષણોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. વિવિધ વેરિયન્ટને કારણે આ રોગને લઈને અલગ-અલગ ફરિયાદો સામે આવી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ભૂખ ન લાગવી અને પૂરતું ભોજન ન લઈ શકવાના લક્ષણો પણ જોવા મળી રહ્યા છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના લક્ષણોને કેવી રીતે ઓળખવાં અને શું તમામ નવા પ્રકારોના લક્ષણો સમાન છે? કોવિડના પ્રારંભિક લક્ષણોમાં તાવ, થાક, દુખાવો, ગંધ અને સ્વાદ ગુમાવવો વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ હવે નિષ્ણાતોએ જણાવ્યું છે કે, ઘણાં દર્દીઓને ચેપ લાગ્યા પછી તરત જ ભોજન લેવામાં પણ મુશ્કેલી થાય છે. જો કે, કોરોનામાંથી રિકવરી મેળવવા માટે પોષણ મહત્ત્વપૂર્ણ છે, પરંતુ ભૂખ ન લાગે કે ખાવાની ઇચ્છા ન થાય તેવા લક્ષણો પણ સામે આવ્યાં છે. નવા વેરિયન્ટ શોધવા અને વેક્સિન કવરેજમાં વૃદ્ધિ સાથે એવું જોઈ શકાયું છે કે, સંક્રમણ સંબંધિત લક્ષણ મોટેભાગે બદલાતા રહે છે.
નિષ્ણાતોએ જણાવ્યું છે કે, કોવિડનું સૌથી સામાન્ય લક્ષણ છે કે દિનચર્યામાં બદલાવ આવે છે. તેમાં ભૂખ ન લાગવી એ પ્રારંભિક સંકેત છે. રોગ મટી જતાં જ ખોરાક થોડાં દિવસોમાં જ પહેલાંની જેવો જ થઈ જાય છે. Zoe COVID એપ અનુસાર, રોગચાળાની શરૂઆતમાં ચેપના કેટલાક લાક્ષણિક લક્ષણોમાં માથાનો દુઃખાવો, ગંધ ન આવવી, ભૂખ ન લાગવી, ઝાડા, ગળામાં દુખાવો, છાતીમાં દુખાવો, ઉધરસ થવી વગેરે હતા.
નવા વેરિઅન્ટને કારણે ભૂખ ન લાગવાની ફરિયાદ ચાર ગણી વધી
હવે નવા વેરિઅન્ટને કારણે ભૂખ ન લાગવાની ફરિયાદ અગાઉની સરખામણીમાં ચાર ગણી વધી ગઈ છે. હવે પછીના પ્રકારો અને રસીકરણો સાથે તેમાં થોડો ઘટાડો થયો છે. તેમાં માત્ર એક ક્વાર્ટર (25-27%) લોકો ડેલ્ટા અથવા ઓમિક્રોન સાથે રસીના ત્રણ ડોઝ પછી ભૂખ ન લાગવાના લક્ષણ વિશે જણાવે છે.
દર્દીઓને છીંક આવવી, કફ વગરની ઉધરસ, માથાનો દુઃખાવો, કફ સાથે ઉધરસ, કર્કશ અવાજ, સ્નાયુમાં દુઃખાવો અને દુઃખાવાની ફરિયાદ પણ થઈ રહી છે. કોવિડના લક્ષણો સમય સાથે બદલાયા છે. સ્વાદ અને ગંધ ન આવવી, ઉંચો તાવ અને થાક કે જે એક સમયે ચેપના ક્લાસિક લક્ષણો તરીકે ઓળખાતા હતા તે હવે કોવિડના એકમાત્ર ચિહ્નો નથી.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર