ગ્વાલિયર : પ્રેમને (Love)કોઈ સરહદ નથી નડતી તે વાત અનેક વખત સાબિત થઈ ચૂકી છે. ત્યારે આ વાતની સાબિતી આપતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભારતથી 8000 કિલોમીટર દૂર મોરક્કો (Morocco)ની ફાદવા લૈમાલી (fadwa laimali) અને ગ્વાલિયરના અવિનાશ દોહરે (Avinash Dohre)ની પ્રેમ કથા ખૂબ રસપ્રદ છે. બંનેનો પ્રેમ એટલો ગાઢ છે કે ધર્મ, દેશ કે ભાષા તેમને નડી શકી નથી.
બંને સોશિયલ મીડિયા થકી મળ્યા હતા. મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં ફેરવાઈ ગઈ છે. જોકે, હા કહેતાં પહેલાં ફાદવાએ અવિનાશનો પૂરેપૂરો ટેસ્ટ કર્યો હતો. પછી તેણે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ પરિવારજનોને તેમના લગ્નના નિર્ણયની જાણ થતાં જ હોબાળો મચી ગયો હતો. જોકે ફાદવા અને અવિનાશે (Morocco Girl Indian Boy unique love story) એકબીજાનો સાથ છોડ્યો ન હતો..
ફાદવાએ પોતાના પ્રેમને સાચો સાબિત કરવા માટે ત્રણ વર્ષ સુધી સખત મહેનત કરી અને પરિવારને દરેક રીતે સમજાવ્યો હતો. દીકરીની જીદ સામે પરિવારે પણ નમતું જોખ્યું હતું. પિતાની સંમતિ બાદ ફાદવા લગભગ ચાર મહિના પહેલા ભારત આવી હતી. અલબત્ત, અહીં પણ તેની મુશ્કેલીઓ ઓછી ન થઈ. તેને કાનૂની ગૂંચવણોનો સામનો કરવો પડ્યો અને પ્રેમ માટે લડત આપવી પડી હતી.
ફાદવા અને અવિનાશની મુલાકાત ઇન્સ્ટાગ્રામ પર થઇ હતી. તે ઇંગ્લિશ મિક્સ અરેબિક બોલતી હતી. અવિનાશને કન્સલ્ટન્સીમાં કામ કરવાથી ફાયદો થયો અને તે તેની ભાષા સમજી ગયો હતો. પછી બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ. ત્યારે ફાદવાને ભારત અને તેની સંસ્કૃતિની જાણકારી મળી હતી. એકબીજાને જાણ્યા પછી તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
ફાદવા લામાલીનો પરિવાર આ લગ્ન માટે સંમત થયો ન હતો. તેના પિતાએ અવિનાશ પાસે શરત મૂકી કે તે ભારત છોડીને મોરોક્કોમાં સ્થાયી થાય. ત્યારબાદ અવિનાશે ફાદવાના પિતાને ખાતરી આપી હતી કે તે ન તો પોતાનો દેશ અને ધર્મ છોડશે કે ન તો ફાદવા પર પોતાનો ધર્મ બદલવા માટે દબાણ લાવશે. તે મોરક્કોમાં હતી તેટલી જ ભારતમાં પણ મુક્ત રહેશે. જ્યારે ફાદવાના પરિવારે અવિનાશની વાત માની તો તેમણે હા પાડી દીધી હતી.
જાણકારી અનુસાર મોરક્કોની મુસ્લિમ યુવતી ફાદવા ગ્વાલિયરની એક યુનિવર્સિટીમાં મેનેજમેન્ટનો અભ્યાસ કરે છે. અવિનાશ દોહરે પણ એક કન્સલ્ટિંગ કંપનીમાં કામ કરી રહ્યો છે. હવે બંને પોતપોતાના ધર્મ અને સંસ્કૃતિને અનુસરીને પતિ-પત્ની બની રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર