2017ના ગુજરાત પૂર કરતા ત્રણ ગણુ વધારે શિકાર થયું કેરળ, 2086 mm વરસાદ

News18 Gujarati
Updated: August 19, 2018, 8:01 AM IST
2017ના ગુજરાત પૂર કરતા ત્રણ ગણુ વધારે શિકાર થયું કેરળ, 2086 mm વરસાદ
કેરળ પૂરની તસવીર

કેરળમાં આ વર્ષે અત્યાર સુધી સૌથી વધારે વરસાદ થયો છે. વર્ષ 2013માં ઉત્તરાખંડ આપડા, 2016માં આવેલા અસમનું પૂર અને 2017માં બિહાર પૂરથી બેગણું અને 2017ના ગુજરાતના પુરથી ત્રણ ગણું પૂર કેરળમાં આવ્યું છે.

  • Share this:
કેરળમાં આ વર્ષે અત્યાર સુધી સૌથી વધારે વરસાદ થયો છે. વર્ષ 2013માં ઉત્તરાખંડ આપડા, 2016માં આવેલા અસમનું પૂર અને 2017માં બિહાર પૂરથી બેગણું અને 2017ના ગુજરાતના પુરથી ત્રણ ગણું પૂર કેરળમાં આવ્યું છે. કેરળમાં એક જૂનથી 15 ઓગસ્ટ વચ્ચે 2086 મિલિમીટર વરસાદ નોંધાયો છે. જે સામાન્યથી 30 ટકા વધારે છે. વરસાદ પછી ભુસ્ખલનના કારણે 324 લોકોના મોત થયા છે. આ આંકડો વધવાની શક્યતા શેવાઇ રહી છે.

રાજ્યમાં ગત સપ્તાહ સામાન્યથી સાડા ત્રણ ગણો વરસાદ નોંધાયો છે. જ્યારે 16 ઓગસ્ટના દિવસે 10 ગણઓ અને શુક્રવારે 17 ઓગસ્ટે સામાન્યથી પાંચ ગણો વધારે વરસાદ થયો હતો. જેના પગલે રાજ્યમાં જનજીવન ઠપ થયું છે. 2013માં ઉત્તરાખંડમાં વાદળું ફાટવાના કારણે ભયાનક પૂર અને ભુસ્ખલન થયું હતું. જ્યાં આખા ચોમાસામાં જુલાઇથી સપ્ટેમ્બર વચ્ચે 1373 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જેના કારણે 5700 લોકોના મોત નીપજ્યા હતા.

ગત વર્ષે 25 જુલાઇના દિવસે દેશના અનેક રાજ્યોમાં પૂર આવ્યું હતું. માત્ર ગુજરાતમાં 222 લોકો માર્યા ગયા હતા. ગુજરાતમાં 646 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. બિહારમાં 19 જિલ્લામાં 12થી 20 ઓગસ્ટ 2017 દરમિયા ગંડક, જૂની ગંડક, બાગમતી, કમલા, કોસી અને મહાનંદા નદીઓમાં પૂર આવવાથી 514 લોકોના મોત થયા હતા. સાથે સાથે 1.71 કરોડ લોકોને અસર થઇ હતી.

કેરળમાં એક સદીથી સૌથી વધારે ભયંકર પૂર છે. જોકે, કેરળના લોકોને હજી રાહત મળતા નથી જોવા મળી રહી કારણે વહામાન ખાતાએ હજી વધારે વરસાદની આગાહી કરી છે. પૂણે સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુર ઓફ ટ્રોપિકલ મીટિઓરોલોજી સંસ્થાન તરફથી રજૂ કરવામાં આવેલા રીપોર્ટ પ્રમાણે ભારતમાં 1950થી 2017 દરમિયાન 285 વખત પૂર આવ્યું છે. જેના પગલે સાડા આઠ કરોડ લોકો પ્રભાવિત થયા છે. 19 લાખ લોકો નિરાધાર બન્યા છે. આ વિપદામાં 71 હજાર લોકો માર્યા ગયા હતા.
First published: August 19, 2018
વધુ વાંચો
अगली ख़बर