શ્રીલંકામાં આત્મઘાતી હુમલામાં 7 ભારતીયોનું મોત, કુલ મૃત્યુઆંક 290 થયો

News18 Gujarati
Updated: April 22, 2019, 7:31 PM IST
શ્રીલંકામાં આત્મઘાતી હુમલામાં 7 ભારતીયોનું મોત, કુલ મૃત્યુઆંક 290 થયો

  • Share this:
શ્રીલંકાની રાજધાની કોલંબો સહિત દેશના અનેક ભાગમાં રવિવારે 8 આત્મઘાતી હુમલામાં મૃતકોની સંખ્યા 290 સુધી પહોંચી ગઇ છે. ઇસ્ટરના દિવસે થયેલા સિરિયલ બ્લાસ્ટમાં સાત ભારતીયોનાં પણ મૃત્યુ થયાનું બહાર આવ્યું છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે આ જાણકારી આપી છે.

આ હુમલામાં કર્ણાટકમાં ક્ષેત્રીય પાર્ટી જનતા દળ સેક્યુલરના બે સભ્યોનાં પણ મોત થયા છે. જેડીએસના કુલ 7 સભ્યો વેકેશન મનાવવા શ્રીલંકા ગયા હતા. રવિવારે થયેલા બ્લાસ્ટમાં 2 સભ્યોનાં મોત થયા, જ્યારે 5 લોકો ગુમ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સોમવારે કોલંબોના અનેક વિસ્તારમાં ફરીથી કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે.

અહીં ક્લિક કરી વાંચોઃ શ્રીલંકા બ્લાસ્ટની ભયાવહ તસવીર : 10 દિ' પહેલા જ અપાયું હતું એલર્ટ

શ્રીલંકા બોમ્બ બ્લાસ્ટમાં અત્યારસુધીમાં 450 લોકો ઘાયલ થયા છે, જ્યારે પોલીસે 24 સંદિગ્ધોની ધરપકડ કરી છે. તો સોમવારે ફરી આતંકી હુમલાને અંજામ આપવાનો પ્રયાસ થયો હતો. પોલીસે જણાવ્યું કે શ્રીલંકાના કોલંબો એરપોર્ટ પર ઇમ્પ્રોવાઇઝ્ડ પાઇપ બોમ્બ મળ્યા, જેને ડિફ્યૂઝ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત વિદેશ મંત્રાલયે ભારતીયો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. ભારતીય હાઇ કમિશ્નરે ટ્વિટ કરીને કહ્યું કે સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ભારતીય નાગરિકો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. ભારતના હાઇ કમિશ્નરે ટ્વિટ કરીને જણાવ્યું કે, કોલંબો અને બટ્ટીકાલોઆમાં બ્લાસ્ટના અહેવાલ છે. આ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ભારતીય નાગરિક કોઈ પણ પ્રકારની મદદ કે જાણકારી માટે આ નંબરો પર સંપર્ક કરી શકે છે +94777903082 +94112422788 +94112422789. શ્રીલંકાના નંબરો ઉપરાંત આ ભારતીય નંબરો ઉપર પણ સંપર્ક કરી શકાય છે +94777902082 +94772234176
First published: April 22, 2019, 7:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading