અમિત દેશમુખ, નવી દિલ્હી : કોઇ બીજાની જમીન પર દબાણ (Land encroachment)થવાના સમાચાર આપણે ઘણી વખત સાંભળીએ છીએ અને જોઈએ છીએ. અતિક્રમણ કરનારને લઇને પણ એ ધારણા હોય છે કે પોતાનાથી નબળા વર્ગની જમીન પર તેમની નજર સૌથી વધારે રહે છે પણ તમને એ જાણીને નવાઇ લાગશે કે દેશમાં અતિક્રમણકારીઓનો આત્મવિશ્વાસ એટલો વધ્યો છે કે તેમણે સેનાની જમીન (Defence land)પણ છોડી નથી. અતિક્રમણ પણ 100 કે 200 એકર પર નહીં પણ દેશભરમાં સેનાની 9500 એકરથી વધારે જમીન પર (Encroachment in Defence land )કબજો જમાવ્યો છે. આ વાતનો ખુલાસો ભારત સરકારના રક્ષા મંત્રાલયના રક્ષા વિભાગે એક રિપોર્ટમાં કર્યો છે. જેને હાલમાં સંસદમાં એક સવાલના જવાબમાં આપવામાં આવ્યો છે. રિપોર્ટમાં દેશભરમાં અલગ-અલગ રાજ્યોની સેનાની જમીન પર થયેલા દબાણની વિગતો આપવામાં આવી છે.
આ ત્રણ રાજ્યોમાં જ 50 ટકાથી વધારે અતિક્રમણ
રક્ષા મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે દેશમાં સેનાની જમીન પર 30 રાજ્યોમાં થયેલા દબાણ વિશે જણાવ્યું છે જોકે ખાસ વાત એ છે કે સેનાની વર્તમાન 9505 એકર જમીનમાંથી અડધાથી વધારે જમીન ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં દબાણકારીઓના કબજામાં છે. આ જમીન 4572 એકર છે. ઉત્તર પ્રદેશમાં સેનાની 1927 એકર જમીન ભૂમાફિયાના કબજામાં છે. મધ્ય પ્રદેશમાં 1660 એકર અને મહારાષ્ટ્રમાં 985 એકર જમીન પર દબાણકારીઓનો કબજો છે. આ પછી પશ્ચિમ બંગાળમાં 560 એકર સેનાની જમીન પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે.
સેનાએ પાંચ વર્ષમાં ફક્ત એક હજાર એકર જમીન જ દબાણકારીઓના ચુંગાલમાંથી છોડાવી છે. તેમાં પણ ખાસ વાત એ છે કે જે ત્રણ રાજ્યોમાં સેનાની જમીન પર સૌથી વધારે દબાણ છે ત્યાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછી જમીન પાછી લઇ શકાઇ છે. જેમાં ઉત્તર પ્રદેશમાં 435 એકર જમીન પરથી અવૈધ કજજો હટાવ્યો છે. મધ્ય પ્રદેશમાં તો ફક્ત 43 એકર અને મહારાષ્ટ્રમાં 36 એકર અતિક્રમણમાંથી છોડાવી છે.
સૈનિક ક્ષેત્રોના બહારની જમીન રહે છે
સેનાની જમીન પર દબાણ કરવાની વાત પર એ સવાલ મનમાં આવે કે આખરે કોઇ આમ કેવી રીતે કરી શકે. સેનાની જમીન પણ સામાન્ય જમીનની જેમ જ ખાલી પડી રહે છે. આ જમીન સામાન્ય રીતે કેમ્પિંગ ગ્રાઉન્ડ હોય છે. જે સૈનિક ક્ષેત્રોના બહારના વિસ્તાર તરફ હોય છે. જેમાં ફેન્સિંગ તે બાઉન્ડ્રી બોલ હોતી નથી. જેથી દબાણકારીઓ માટે દબાણ કરવું આસાન રહે છે.
આવી રીતે થાય છે દબાણ
પહેલા પણ સેનાની જમીન પર થયેલા દબાણના ઘણા મામલા સામે આવી ચૂક્યા છે. જ્યાં બિલ્ડરો દ્વારા, સ્થાનિય લોકો દ્વારા કબજાની વાતનો ખુલાસ થયો છે. ઘણા મામલામાં સેનાના કર્મચારીઓ-અધિકારીઓની સંડાવણની કારણે કબજો થયા હોવાના આરોપ પણ લાગતા રહે છે. કેટલાક મામલામાં એ પણ સામે આવ્યું છે કે સેનાની જમીન પર કબજો કરવા માટે પહેલા સેનાની જમીનની ચારેય બાજુ જમીન ખરીદી લેવામાં આવે છે પછી ધીરે-ધીરે સેનાની જમીન પર કબજો જમાવી લે છે.
કયા રાજ્યમાં સેનાની કેટલી જમીન છે દબાણકારીઓના કબજામાં
ઉત્તર પ્રદેશ - 1927.0671 (એકર)
મધ્ય પ્રદેશ - 1660.0222
મહારાષ્ટ્ર - 985.1292
પશ્ચિમ બંગાળ - 559.555
હરિયાણા - 504.4691
બિહાર - 477.0717
રાજસ્થાન - 476.4523
અસમ - 460.5397
નાગાલેન્ડ - 357.53
જમ્મુ એન્ડ કાશ્મીર -
ઝારખંડ - 304.912
ગુજરાત -274.7971
પંજાબ - 239.4823
છત્તીસગઢ - 165.768
દિલ્હી - 147.451
કર્ણાટક - 131.7923
આંધ્ર પ્રદેશ - 107.4125
તામિલનાડુ - 92.8186
અરુણાચલ પ્રદેશ - 87.8141
તેલંગાણા - 60.4318
ઉત્તરાખંડ - 51.7232
હિમાચલ પ્રદેશ - 42.7618
અંદમાન નિકોબાર - 23.98
મેઘાલય - 11.0855
મણિપુર - 6.1308
ગોવા - 5.1166
કેરલ - 2.6739
સિક્કિમ - 0.2903
લક્ષ્યદ્વિપ - 0.08
(બધી જમીન એકરમાં)
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર