ભારતીય સેના આકાશમાં યુદ્ધમાં પાકિસ્તાનથી ઘણું આગળ છે, સાથે જ અંતરિક્ષની જંગમાં પણ આગળ જ છે, જેનો ફાયદો યુદ્ધની સ્થિતિમાં ભારતને મળી શકે છે. પહેલાની જેમ જ હાલમાં થયેલા બાલાકોટ હુમલામાં પણ ભારતને અંતરિક્ષમાં સ્થિત પોતાના ઉપગ્રહની મદદ મળી હતી.
આ વર્ષે જાન્યુઆરીમાં આવેલા રિપોર્ટ્સ પ્રમાણે એ નક્કી કરાયું કે ગૃહમંત્રાલય માટે ઇસરોએ એક ખાસ ઉપગ્રહ લોન્ચ કરશે. જેની મદદથી ભારતના પડોશી દેશની જમીન અને સરહદોની રક્ષા સુનિશ્ચિત કરી શકાય. આ ઉપગ્રહના માધ્યમથી જમીનનો ઢાંચો, રસ્તો અને દરેક પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તસવીરો મળે. આ ઉપગ્રહ બાદ ભારતની પાસે રણનીતિ, યુદ્ધનીતિ અને નજર રાખવા માટે સંપૂર્ણ રોડમેપ તૈયાર કરવામાં મદદ મળી શકે.
મીડિયામાં આવેલા રિપોર્ટ્સ પ્રમાણે થોડા દિવસ પહેલા પાકિસ્તાનના બાલાકોટમાં સ્થિત જૈશ એ મોહમ્મદના ઠેકાણા પર કરવામાં આવેલી એર સ્ટ્રાઇકમાં પણ ઇસરોના ઉપગ્રહોની મદદથી યોજના તૈયાર કરવામાં આવી હતી. ઇસરોના ઉપગ્રહોની મદદથી પાકિસ્તાનના કુલ ક્ષેત્રફળ 8.8 લાખ વર્ગ કિમીમાંથી 7.7 લાખ વર્ગ કિમી પર ભારત નજર રાખી શકે છે. એટેલે કે 87 ટકા પાકિસ્તાનની જમીન ભારતની નજરમાં છે.
ટીઓઆઇના એક રિપોર્ટમાં ઇસરોના સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું કે માત્ર પાકિસ્તાન જ નહીં, પરંતુ ભારત પોતાના પડોસી 14 દેશની જમીન પર નજર રાખવાની સ્થિતિમાં છે. પોતાના ઉપગ્રહોની મદદથી 14 દેશ અંદાજે 55 લાખ વર્ગ કિમીના એરિયાની હાઇરિઝોલ્યૂશન વાળી તસવીરો ભારતને મળી શકે છે. પરંતુ ચીનની જમીન અંગે ભારત પાસે ખાસ ડિટેઇલ્સ નથી.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર