નવી દિલ્હી: અનેક આંતરરાષ્ટ્રીય સર્વેક્ષણો (International Survey)માં ભારતને જીવન જીવવાની દ્રષ્ટિએ વિશ્વના શ્રેષ્ઠ દેશોમાંના એક તરીકે ગણવામાં આવ્યું છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા 7 વર્ષમાં 8.5 લાખથી વધુ લોકોએ ભારતીય નાગરિકતા (Indian Citizenship) છોડી દીધી છે. આ માહિતી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે મંગળવારે લોકસભા (Parliament)માં આપી હતી. તેમણે કહ્યું કે વિદેશ મંત્રાલય (Ministry of Foreign Affairs)ના આંકડા અનુસાર 30 સપ્ટેમ્બર, 2021 સુધી 8,81,254 નાગરિકોએ ભારતની નાગરિકતા છોડી દીધી હતી.
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે અગાઉ 1 ડિસેમ્બરે સંસદમાં કહ્યું હતું કે છેલ્લા 7 વર્ષમાં 20 સપ્ટેમ્બર સુધી 6,08,162 ભારતીયોએ નાગરિકતા છોડી દીધી છે. તેમાંથી 1,11,287 નાગરિકોએ આ વર્ષે 20 સપ્ટેમ્બર સુધી પોતાની ભારતીય નાગરિકતાનો ત્યાગ કર્યો છે.
2016થી 2020ની વચ્ચે 10,000થી વધુ લોકોએ ભારતની નાગરિકતા લીધી
રોયે જણાવ્યું હતું કે 2016થી 2020ની વચ્ચે 10,645 વિદેશી નાગરિકોએ ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી. જેમાં મોટાભાગના પાકિસ્તાનના 7782 અને અફઘાનિસ્તાનના 795 નાગરિકો હતા. હાલ લગભગ 10 કરોડ ભારતીય નાગરિકો વિદેશમાં રહે છે.
ભારતીય નાગરિકતા અંગેના આંકડા એવા સમયે આવ્યા છે જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેરાત કરી છે કે રાષ્ટ્રવ્યાપી નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જોકે કેન્દ્ર સરકારે કહ્યું છે કે નાગરિકતા કાયદા સુધારા કાયદાના દાયરામાં આવેલા તમામ લોકો ભારતીય નાગરિકતા માટે અરજી કરી શકે છે. નાગરિકતા સુધારા કાયદો 10 જાન્યુઆરી, 2020થી અસ્તિત્વમાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સીએએ અને એનઆરસીને લઈને દેશવ્યાપી દેખાવો થયા હતા. આ વિરોધપ્રદર્શનને કારણે ફેબ્રુઆરી 2020માં દિલ્હીના કેટલાક ભાગોમાં રમખાણો થયા હતા.
વાસ્તવમાં નાગરિકતા સુધારા કાયદામાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી 31 ડિસેમ્બર, 2014 સુધી ભારત આવેલા હિન્દુઓ, શીખો, બૌદ્ધો, જૈનો, પારસીઓ અને ખ્રિસ્તી લોકોને ભારતીય નાગરિકતાની જોગવાઈ કરવામાં આવી છે. જોકે વિરોધ પક્ષોએ આ કાયદાને ગેરબંધારણીય ગણાવીને તેનો વિરોધ કર્યો હતો.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર