લીબિયાથી યુરોપ જતી માઇગ્રન્ટની બોટ ડૂબી, 70થી વધુનાં મોત

ભૂમધ્ય સાગરમાં પ્રવાસીઓને લઇ જઇ રહેલી એક બોટ પલટવાથી ઓછામાં ઓછા 70 લોકોનાં મોત થયા છે.

ભૂમધ્ય સાગરમાં પ્રવાસીઓને લઇ જઇ રહેલી એક બોટ પલટવાથી ઓછામાં ઓછા 70 લોકોનાં મોત થયા છે.

 • Share this:
  ભૂમધ્ય સાગરમાં પ્રવાસીઓને લઇ જઇ રહેલી એક બોટ પલટવાથી ઓછામાં ઓછા 70 લોકોનાં મોત થયા છે. યુનાઇટેડ નેશન્સની રેફ્યૂજી એજન્સી અનુસાર, આ બોટ ટ્યૂનીશિયા નજીક સમુદ્રમાં પલટી ગઇ છે. યુએનએચસીઆર તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે, આ દુર્ઘટનામાં અત્યાર સુધી માત્ર 16 લોકોને જ બચાવી શકાય છે. જીવિત બચેલા લોકોએ કહ્યું કે, બોટ ગુરૂવારે લીબિયાથી ઉપડી હતી, સમુદ્રમાં ભારે મોજાના કારણે તે પલટી ગઇ.

  UNHCR આંકડાઓ અનુસાર, આ વર્ષે અત્યાર સુધી લીબિયાથી યુરોપના રસ્તામાં અંદાજિત 164 લોકોનાં મોત આ જ પ્રકારે થયા છે. જો કે, આ દુર્ઘટના અત્યાર સુધી થયેલી તમામ દુર્ઘટનાઓમાંથી સૌથી મોટી છે. દુર્ઘટનામાં બચેલા લોકોને ટ્યૂનીશિયાનું નૌકાદળ પોતાના દેશના કોસ્ટલ વિસ્તાર પર લઇ આવી છે. એક વ્યક્તિને ઉપચાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ એન્જીનિયરે પાણીથી ચાલતું એન્જીન બનાવ્યું, બહાર છોડે છે ઓક્સિજન

  ટ્યૂનીશિયાના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, જેવી આ દુર્ઘટના અંગે જાણકારી મળી તેઓએ તાત્કાલિક માછલી પકડવાની બોટને અહીં મોકલાવી જેથી ફસાયેલા લોકોને બચાવી શકાય. આ બોટમાં સવાર મોટાંભાગના લોકો આફ્રિકાથી હોવાનું સામે આવ્યું છે.
  Published by:Sanjay Vaghela
  First published: