USA Accident : અમેરિકામાં ગમખ્વાર અકસ્માત, 50થી વધુ વાહનો અથડાયા, વીડિયો થયો વાયરલ
USA Accident : અમેરિકામાં ગમખ્વાર અકસ્માત, 50થી વધુ વાહનો અથડાયા, વીડિયો થયો વાયરલ
અમેરિકામાં ગમખ્વાર અકસ્માત
આ અકસ્માત પેન્સિલવેનિયાના શ્યુલકિલ કાઉન્ટીમાં (Schuylkill County) થયો હતો. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતનો વીડિયો યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં એક પછી એક વાહનો અથડાતા જોવા મળી રહ્યા છે.
સોમવારે અમેરિકાના (America) પેન્સિલવેનિયા હાઈવે પર બરફના તોફાનના કારણે હાઈવે પર એક પછી એક 50 થી 60 વાહનો અથડાયા હતા. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ઘણા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘાયલ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ અકસ્માત પેન્સિલવેનિયાના શ્યુલકિલ કાઉન્ટીમાં થયો હતો. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતનો વીડિયો યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં એક પછી એક વાહનો અથડાતા જોવા મળી રહ્યા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે હિમવર્ષાને કારણે ડ્રાઈવરો પોતાનો કાબૂ ગુમાવી રહ્યા છે. કાર અથડાયા બાદ લોકો કારમાંથી બહાર નીકળી રહ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં વિઝિબિલિટી લગભગ 0 હતી, જેના કારણે અકસ્માત એટલો ભયાનક હતો. અકસ્માતમાં ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે શુલકિલ કન્ટ્રીમાં આ મહિનામાં આ બીજી મોટી દુર્ઘટના છે.