દિલ્હીમાં રોહિગ્યા શરણાર્થિયોની શિબિરમાં આગ, 50થી વધુ ઝૂપડીઓ બળીને ખાક
(File Photo)
દિલ્હીની કાલિંદી કુંજ મેટ્રો સ્ટેસનની નજીક રોહિગ્યા શરણાર્થિઓએની એક શિવિરમાં આગ લાગી જતાં 50થી વધુ ઝૂપડીઓ બળીને ખાક થઇ ગઇ હતી. પોલીસની ટીમ આ મામલે તપાસમાં લાગી ગઇ છે.
નવી દિલ્હી: દક્ષિણપૂર્વ દિલ્હીનાં કાલિંદી કુંજ મેટ્રો સ્ટેશન (Kalindi Kunj Metro Station)ની પાસે લાગેલી આગ (FIRE)માં 53 ઝૂપડીઓ બળીને ખાક થઇ ગઇ છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી છે. ફાયર વિભાગનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના શનિવારે થઇ અને ફાયર વિભાગની આ સૂચના રાતે આશરે 11 વાગી 55 મિનિટે મળી હતી. અધિકારીએ જણાવ્યું કે, આગમાં કોઇનાં આહત થવાની ખબર નથી. તેણે જણાવ્યું કે, કાલિંદી કુંજ મેટ્રો સ્ટેશનની પાસે મદનપુર ખાદર (Madanpur Khadar) મે ધટનાસ્થળ પર ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ મોકલવામાં આવી છે. મોડી રાત્રે ત્રણ વાગ્યે આગ પર કાબૂ મેળવી લાવવાંમાં આવે છે.
પોલીસે જણાવ્યું કે, રોહિગ્યા શિવિરમાં આગ લાગવાની PCRનાં ફોન દ્વારા જાણકારી મળી હતી. જે બાદ પોલીસ મદનપુર ખાદરે કંચન કુંજમાં ઘટનાસ્થળ પર પહોંચી હતી. બાદમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
આ બબતે પોલીસ ઉપાયુક્ત આ પી મીણાએ જણાવ્યું કે, '56 ઝૂપડીઓ બળીને ખાક થઇ ગઇ છે જેમાં આશરે 270 રોહિગ્યા શરણાર્થી રહેતા હતાં. હજુ સુધી માલૂમ નથી થયુ કે, આગ કેમ લાગી અને તે અંગે તપાસ ચાલુ છે.
તો ગત રાજધાનીનાં લાજપત નગર વિસ્તાર (Lajpat Nagar Localities)માં સવારે કપડાની દુકાનમાં આગ (Fire) લાગી હતી. સવારે 10 વાગ્યાની આસપાસ દુકાનમાં આગ લાગવાની બજારમાં અફરા તફરી મચી ગઇ છે. Fire Departmentની સૂચના આપવામાં આવી. આઘ ઓલવવા માટે 16 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
" isDesktop="true" id="1104676" >
જાણકારી મુજબ લાજપત નગરનાં સેન્ટ્રલ માર્કેટનાં બ્લોક 1માં હાજર દુકાનમાં આગ લાગી હતી. આગની લપેટ એટલી વિકરાળ હતી. આગને ઓલવવા માટે ફાયર બ્રિગેડનાં કર્મચારીઓને ભારે મહેનત કરવી પડી હતી. કહેવાય છે કે, આગ કાપડનાં એક શો રૂમમાં લાગી હતી. હાલમાં આગ લાગવાનું કારણ માલૂમ નથી. ફાયર વિભાગનાં કર્મચારીઓ જલ્દીથી આગ પર કાબૂ લેવાનાં પ્રયાસમાં લાગી છે. આગ લાગ્યા બાદ લાજપત નગર માર્કેટનાં સ્થાનીક દુકાનદારોએ પહેલાં આ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, પણ જોત જોતામાં આગે વિકરાળ રૂપ લઇ લીધુ હતુ.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર