લખનઉ : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Election Result 2022) પછી ફરી એક વખત યૂપીમાં યોગી સરકાર (yogi government)આવતા જ બુલડોઝરનો (Bulldozer)ડર જોવા મળી રહ્યો છે. ગુનેગારો સામે પોલીસ એક્શનમાં આવી છે. અતિરિક્ત પોલીસ મહાનિર્દેશક (કાનૂન વ્યવસ્થા) પ્રશાંત કુમારે કહ્યું કે 14 દિવસોમાં 50થી વધારે અપરાધી સરેન્ડર કરી ચૂક્યા છે. અપરાધી દ્વારા કબજો કરવામાં આવેલી જમીનોને મુક્ત કરાવવામાં આવી રહી છે. ઘણા લોકોના શસ્ત્ર લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. પોલીસે અપરાધીઓ સામે કાર્યવાહીનું મન બનાવ્યું છે જે પછી તે સરેન્ડર (criminals surrender)કરવા લાગ્યા છે.
ઉત્તર પ્રદેશમાં ગુનેગારો પર કાર્યવાહીને લઇને સરકાર અને પ્રશાસનિક અધિકારીઓ દ્વારા સતત દાવા કરવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા ગુનેગારો દ્વારા તકતી લટકાવીને પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરવાના કેસ પણ સામે આવ્યા છે. યૂપી પોલીસના મતે બે સપ્તાહમાં લગભગ 50થી વધારે ગુનેગારોએ આત્મસમર્પણ કરી દીધું છે. બુલડોઝર લઇ જઇને ઘણા સ્થળો પર ગેરકાયદેસર દબાણ હટાવી દીધું છે.
હાલના દિવસોમાં ઘણા ખુંખાર ગુનેગારો પોલીસ સામે સરેન્ડર કરવા પહોંચી રહ્યા છે. યૂપી પોલીસે જણાવ્યું કે ઘણા ફરાર ગુનેગારોની એવી તસવીરો પણ વાયરલ થઇ રહી છે જેમાં તે તકતી લટકાવીને પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરતા જોવા મળી રહ્યા છે. તેમના ગળામાં જે તકતીઓ જોવા મળી રહી છે તેમાં લખ્યું છે કે હું આત્મસમર્પણ કરી રહ્યો છું, પ્લીઝ મને ગોળી ના મારો.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર 7 હજારથી વધારે ગુનેગારો સામે ગેંગસ્ટરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અપર મુખ્ય સચિવ ગૃહ અવનીશ કુમાર અવસ્થીના મતે હથિયારોના ખોટા ઉપયોગ કરવા પર એક હજારથી વધારે લોકોના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે.
ઉત્તર પ્રદેશમાં બુલડોઝરનો જાદુ
ઉત્તર પ્રદેશમાં બુલડોઝરનો જાદુ લોકોમાં ઘણો જોવા મળી રહ્યો છે. હવે આ યોગી સરકાર પાર્ટ-2 માં (Yogi Government 2.0) એક પ્રકારથી પ્રતિક ચિન્હ બની ગયું છે. આ અંતર્ગત પ્રયાગરાજમાં (Prayagraj)એક સમૂહ વિવાહમાં પરણિત યુગલોને ભેટમાં રમકડાનું બુલડોઝર આપવામાં આવ્યું હતું. આ આશ્ચર્ય પ્રકારની ભેટ યુવા ચોરસિયા સમાજ તરફથી કટારામાં આયોજીત સમૂહ લગ્નમાં આપવામાં આવી છે. આ સમૂહ લગ્નમાં નવ કપલે સાત ફેરા લીધા હતા. વિવાહ પછી અન્ય ગૃહસ્થી સમાન સાથે જ્યારે વર-વહુને બુલડોઝર આપવામાં આવ્યું તો લોંકો ચોકી ગયા હતા. વરરાજાએ કહ્યું કે આ બુલડોઝર અમારી બહેન-બેટીઓની સુરક્ષાનું પ્રતિક છે. આ ઉત્તર પ્રદેશના વિકાસનું પ્રતિક છે. દુલ્હને સીએમ યોગીનો આભાર માન્યો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર