પાકિસ્તાનમાં હાઇએલર્ટઃ એક જ વિસ્તારમાં 400થી વધારે બાળકો HIV પોઝિટીવ

દક્ષિણી પાકિસ્તાનના એક ગામમાં એક ડોક્ટરે પ્રદૂષિત સિરિંજનો ઉપયોગ કરતા અનેક બાળકોને એચઆઇવી ગ્રસ્ત થયા છે.

News18 Gujarati
Updated: May 17, 2019, 2:10 PM IST
પાકિસ્તાનમાં હાઇએલર્ટઃ એક જ વિસ્તારમાં 400થી વધારે બાળકો HIV પોઝિટીવ
પાકિસ્તાનમાં એચઆઇવી ટેસ્ટ માટે હોસ્પિટલના દરવાજે ઉભેલા લોકો
News18 Gujarati
Updated: May 17, 2019, 2:10 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ દક્ષિણી પાકિસ્તાનમાં અત્યારના સમયે એચઆઇવી ટેસ્ટ માટે રાહ જોઇ રહેલા માતા-પિતા ગભરાયેલા છે. દક્ષિણી પાકિસ્તાનના એક ગામમાં એક ડોક્ટરે પ્રદૂષિત સિરિંજનો ઉપયોગ કરતા અનેક બાળકોને એચઆઇવી ગ્રસ્ત થયા છે. સિંધ પ્રાંતના લરકાનાના બહારના વિસ્તારમાં વસેલા ગામમાં ગત મહિને સ્થપાયેલા પાંચ અલગ અલગ સ્ક્રિનિંગ રૂમોમાં જતા પરિવારો ગભરાય છે.

સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે, 400થી વધારે લોકો જેમાં મોટાભાગે બાળકો છે. તેમને એચઆઇવી પોઝિટીવ મળ્યો છે. આખા પાકિસ્તાનમાં ડોક્ટરો દૂષિત ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આ આંકડો વધી શકે છે. અધિકારીઓનું કહેવું છે કે, સ્થાનિક બાળ રોગ નિષ્ણાંત ઘોર બેદરકારીના કારણે આવું થયું છે. ઉપકરણો અને સહાયકોની અછતથી ઘેરાયેલા ક્લિનિકના એક ડોક્ટરે કહ્યું છે કે, તેઓ વધારે સંખ્યામાં આવે છે. દર્દીઓની વધતી સંખ્યાની સારવાર કરવા માટે અમારી પાસે લોકો નથી.

પાકિસ્તાન લાંબા સમયથી એચઆઇવી માટે ઓછા પ્રસાર વાળો દેશ માનવામાં આવતો હતો. પરંતુ હવે આ બીમારી ખતરનાક રીતે વધી રહી છે. ખાસ કરીને સિરિંજથી ડ્રગ લેનારા સેક્સ વર્કર્સમાં વધી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર પ્રમાણે 2017માં લગભગ 20,000 નવા એચઆઇવી સંક્રમણોના મામલામાં સાથ પાકિસ્તાન વર્તમાનમાં એચઆઇવી દરના મામલામાં એશિયામાં બીજા નંબરે ઝડપથી વધનાર દેશોમાં સામેલ છે.

પાકિસ્તાનની વધતી વસ્તીના કારણે ઓછા રોકાણના કારણે ગુણવત્તા વાળી સ્વાસ્થ્ય સેવાની અછત વધારે ભારણ વેઠી રહી છે. જેના કારણે ગરીબ, ગ્રામીણ સમુદાયો વિશેષ રૂપથી અયોગ્ય ડોક્ટરોના કારણે અસુરક્ષિત છે. યુએનએઆઇડીએસના એક નિવેદન પ્રમાણે કેટલાક સરકારી રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાનમાં લગભગ 6 લાખ બોગસ ડોક્ટરો કામ કરી રહ્યા છે. જેમાંલગભગ 2,70,000 લોગ સિંગ પ્રાંતમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે.

પ્રાંતિય સ્વાસ્થ્ય અધિકારીઓનં કહેવું છે કે, રોગીઓને આ ક્લિનિકોમાં બીમારીઓ અથવા વાયરસની ચપેટમાં આવવાનો વિશેષ ખતરો હોય છે. જ્યાં મોટાભાગે પ્રાથમિક ઉપચાર માટે ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે.
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...