અહીં 4થી વધારે બાળકોની માતાને નહીં આપવો પડે ઈન્કમ ટેક્ષ

આ સિવાય દેશમાં જન્મ દર પણ ઓછો છે, જેના કારણે જનસંખ્યા ઓછી થતી જઈ રહી છે.

News18 Gujarati
Updated: February 12, 2019, 7:41 AM IST
અહીં 4થી વધારે બાળકોની માતાને નહીં આપવો પડે ઈન્કમ ટેક્ષ
આ સિવાય દેશમાં જન્મ દર પણ ઓછો છે, જેના કારણે જનસંખ્યા ઓછી થતી જઈ રહી છે.
News18 Gujarati
Updated: February 12, 2019, 7:41 AM IST
યૂરોપીયન દેશ હંગરીના પ્રધાનમંત્રી વિક્ટોર ઓર્બેને દેશની મહિલાઓને વાયદો કર્યો છે કે, જેમને ચાર બાળક અથવા તેનાથી વધારે બાળક હશે, તેમણે ક્યારે પણ ઈન્કમ ટેક્ષ નહી ભરવો પડે. આ પગલું તેમણે દેશની જનસંખ્યા વધારવા માટે ભર્યું છે. ઓર્બેનને દક્ષિણપંથી રાજનેતા માનવામાં આવે છે, તે છેલ્લા કેટલાક વર્ષથી પ્રવાસીયોના વિરોધમાં પણ બોલી રહ્યા છે.

તેમણે કહ્યું કે, હંગેરિયન પરિવારો વધારે બાળકો પેદા કરે તે મુસ્લીમ દેશોના પ્રવાસીયોને પ્રવેશ આપવાની અનુમતી આપવા કરતા વધારે સારૂ છે. ઓર્બેનનું કહેવું છે કે, પૂરા યૂરોપમાં બહુ ઓછા બાળકો છે અને પશ્ચિમનો ઉત્તર હોય છે પ્રવાસ. ઓર્બેને આ વાત રવિવારે એનુઅલ સ્ટેટ ઓફ ધ નેશનને સંબોધિત કરતા કહી.

તેમણે કહ્યું, તે લોકો ઈચ્છે છે કે, અહીં વધારે પ્રવાસી પ્રવેશ કરે, જેથી બાળકોની સંખ્યા વધે. પરંતુ આપણે હંગેરી લોકોની સોચ અલગ છે. આપણે નંબર નહી, હંગેરીયન ચિલ્ડ્રન્સ જોઈએ છે. અમારા માટે માઈગ્રેશન સરેન્ડર જેવું છે. પ્રવાસીઓના વિરોધીવાળી છબી ધરાવતી વિક્ટોર ઓર્બેન ફિડેઝની પાર્ટી વીતેલા વર્ષોમાં સળંગ ત્રીજી વખત ચૂંટણી જીતી છે.

ઓર્બેન આશા કરે છે કે, મે મહિનામાં ચૂંટણી બાદ તમામ યૂરોપીયન સંસ્થા પ્રવાસી વિરોધી તાકતો દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. તેમણે કેટલીએ વખત દાવો કરતા કહ્યું છે કે, હંગરીમાં જન્મેલા અમેરિકન ફાયનાન્સર અને લોકોપકારક જીયોર્જ સોરોસ જ મોટી માત્રામાં પ્રવાસને પ્રોત્સાહન આપી યૂરોપને નષ્ટ કરવાના ષડયંત્રના માસ્ટરમાઈન્ડ છે.

ઓર્બેને મિશ્રિત જંનસંખ્યાવાળા દેશોની આલોચના કરી છે, અહીં પ્રવાસીઓને આવવાની અનુમતી હોય છે. લાખો લોકો હાલના જ વર્ષોમાં હંગરી, પોલેન્ડ, રોમાનિયા અને બુલ્ગારિયા જેવા દેશ છોડી ગયા છે. યૂરોપિયન સંઘમાં આ દેશના લોકો સામેલ થયા બાદ વધારે પગાર માટે લોકો પશ્ચિમ યૂરોપ ગયા છે. આ સિવાય દેશમાં જન્મ દર પણ ઓછો છે, જેના કારણે જનસંખ્યા ઓછી થતી જઈ રહી છે.

આ દેશમાં ઓછી જનસંખ્યાના કારણે લંબરની સમસ્યા પણ રહે છે, જેને ખતમ કરવા માટે માત્ર પ્રવાસી જ એકમાત્ર ઉપાય છે, પરંતુ અહીંની સરકાર હંમેશાથી આ વિકલ્પનો અસ્વીકાર કરતી રહે છે. વર્ષ 2015માં પ્રવાસી સમસ્યા બાદથી ઓર્બેને દક્ષિણી સીમા પર દીવાલનું નિર્માણ પણ કરાવ્યું હતું, જેથી કોઈ પણ પ્રવાસી દેશમાં દાખલ ન થઈ શકે. સરકાર દ્વારા નિયંત્રિત મીડિયા હંમેશા પશ્ચિમી યૂરોપમાં નૈતિક પતન અને આતંકવાદને માઈગ્રેશન સાથે જ જોડે છે.
First published: February 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...