પશ્ચિમ બંગાળમાં જૂનિયર ડોક્ટર સાથે મારપીટ બાદ શરૂ થયેલી હડતાળ હવે દિલ્હી સહિત બાકીના રાજ્યોમાં પહોંચી છે. પશ્ચિમ બંગાળના ડોક્ટરો દર્દીઓને તપાસી રહ્યા છે, પરંતુ તેમનું વિરોધ પ્રદર્શન પણ ચાલુ જ છે. હડતાળમાં ગુજરાત સહિત દિલ્હી, મુંબઇ, પંજાબ, કેરળ, રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશમાં ડોક્ટરો કામથી અળગા રહ્યાં હતા, જેના કારણે દર્દીઓની સ્થિતિ કફોડી બની હતી.
બીજી બાજુ કોલકત્તા હાઇકોર્ટે પણ ડોક્ટરોની હડતાળમાં દખલ દેવાની મનાઇ કરી છે. કોર્ટે કહ્યું કે અમે ડોક્ટરો સાથે વાત નહીં કરીએ. રાજ્ય સરકાર ડોક્ટરો સાથે વાત કરી મામલો ઉકેલે.
તો કોલકત્તામાં દર્દીના પરિવારજનો દ્વારા તબીબો પર હુમલાને મામલે IMA દ્વારા દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે, જેમાં પાટણ ધારપુર મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ દ્વારા પણ સમર્થન જાહેર કરી હડતાળ પાડી હતી. કોલેજ બહાર ડોક્ટરો દ્વારા મમતા બેનર્જી હાય હાયના નારા લાગ્યા હતા. વિરોધ પ્રદર્શન બાદ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ દ્વારા ડોક્ટરોની સલામતીને લઇને ડીનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ડોક્ટરોના વિરોધને લઇને ભાજપના વરિષ્ઠ નેતા મુકુલ રોયે આરોપ લગાવ્યો કે એક વિશેષ સમુદાયના લોકોએ ડોક્ટરો પર હુમલાને અંજામ આપ્યો હતો અને હુમલો કરાવનારા લોકો ટીએમસીના હતા. પશ્ચિમ બંગાળમાં ડોક્ટરો માથે પટ્ટી બાંધીને દર્દીઓની સારવાર કરતા નજરે પડ્યા હતા. સાથે જ ડોક્ટરોએ કહ્યું કે અમે આતંકવાદીઓ નથી.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર