Home /News /national-international /

અમેરિકાઃ ટેક્સસમાં વોલમાર્ટમાં અંધાધૂંધ ફાયરિંગ, 29 લોકોનાં મોત

અમેરિકાઃ ટેક્સસમાં વોલમાર્ટમાં અંધાધૂંધ ફાયરિંગ, 29 લોકોનાં મોત

AK-45 હથિયાર સાથે હુમલો કરનારે 20 મિનિટમાં 20 લાશ ઢાળી દીધી હતી. CCTVમાં જોઈ શકાય છે કે હુમલો કરનાર વોલમાર્ટના મેઈન ગેટથી જ અંદર આવ્યો હતો.

AK-45 હથિયાર સાથે હુમલો કરનારે 20 મિનિટમાં 20 લાશ ઢાળી દીધી હતી. CCTVમાં જોઈ શકાય છે કે હુમલો કરનાર વોલમાર્ટના મેઈન ગેટથી જ અંદર આવ્યો હતો.

    અમેરિકામાં ફરી એકવાર હેટક્રાઇમની ઘટના સામે આવી છે. અહીં ટેક્સાસમાં આવેલા વોલમાર્ટમાં એક વ્હાઇટ શખ્સે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, તો ઓહિયોમાં એક બારમાં ઓપન ફાયરિંગની ઘટના બની હતી, બંને ઘટનામાં કુલ 29 લોકોનાં મોત થયા હતા, જ્યારે ઘટનાને લઇને ડોનાલ્ડ ટ્રમ્પે નિંદા વ્યક્ત કરી રહી.

    પ્રાપ્ત વિગત પ્રમાણે અમેરિકાના ટેક્સાસના વોલમાર્ટમાં ફાયરિંગની પ્રથમ ઘટના બની હતી. જેમાં 20 લોકોના મોત થયા છે અને 26થી વધારે લોકો ઘાયલ થયા છે. સ્ટોરના સીસીટીવીમાં હુલમો કરનાર વ્યક્તિઓ જોવા મળી રહ્યા છે.આ વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે. પોલીસની કાર્યવાહી ચાલું છે. શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ પણ આ હુમલાની નિંદા કરી છે.'

    અહીં ક્લિક કરી વાંચોઃ J&K: ભારતીય જવાનની વાયરલ તસવીરની આ છે વાસ્તવિક્તા

    ઓહિયોમાં બીજી ઘટના

    ડેટન, ઓહિયોના એક બારમાં બંદુકધારી વ્યક્તિએ ઓપન ફાયરિંગ કર્યું હતું જેમાં નવ લોકોના મોત થયા છે અને 16 લોકો ઘાયલ થયા છે. પોલીસ હુમલાખોરને શોધી રહી છે. નજરે જોનારના કહેવા મુજબ હુમલાખોરે બુલેટપ્રુફ જેકેટ પહેર્યું હતું.

    AK-45 હથિયાર સાથે હુમલો કરનારે 20 મિનિટમાં 20 લાશ ઢાળી દીધી હતી. CCTVમાં જોઈ શકાય છે કે હુમલો કરનાર વોલમાર્ટના મેઈન ગેટથી જ અંદર આવ્યો હતો. હુમલાખોરે સૌપ્રથમ પાર્કિગમાં ઓપન ફાયરિંગ કર્યું હતું. ત્યાર બાદ હુમલાખોરે સ્ટોરમાં પ્રવેશીને ગોળીબાર શરૂ કરી દીધો હતો. ઘાયલ થનાર વ્યક્તિઓમાં બે બાળકો પણ છે. પોલીસના જણાવ્યા મુજબ 21 વર્ષના હુમલાખોરને ઝડપી લેવામાં આવ્યો છે અને તેની પાસે વધારે વિગતો મળવવામાં આવી રહી છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: US

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन