Home /News /national-international /

તાન્ઝાનિયામાં 400થી વધારે મુસાફરો ભરેલી હોડી ડૂબી, 42 લોકોના મોત

તાન્ઝાનિયામાં 400થી વધારે મુસાફરો ભરેલી હોડી ડૂબી, 42 લોકોના મોત

પ્રતિકાત્મક તસવીર

પૂર્વી આક્રિકી દેશ તાન્ઝાનિયાની વિક્ટોરિયા ઝીલમાં ગુરુવારે એક હોડી પલટી હતી. જેમાં ઓછામાં ઓછા 42 લોકોના મોત થયા હતા.

    પૂર્વી આક્રિકી દેશ તાન્ઝાનિયાની વિક્ટોરિયા ઝીલમાં ગુરુવારે એક હોડી પલટી હતી. જેમાં ઓછામાં ઓછા 42 લોકોના મોત થયા હતા. રાષ્ટ્રપતિ જોન મૈગુફલીના પ્રવક્તા ગેર્સન સિગવાએ સરકારી ટીવી ઉપર અત્યાર સુધી 42 લોકોના મોતની પુષ્ટી કરી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે મરનારની સંખ્યા 200 સુધી પહોંચી શકે છે.

    સરકારી અધિકારીએ ન્યૂઝ એજન્સી રોયટર્સને જણાવ્યું કે, ડૂબનારા લોકોની સંખ્યા 200 સુધી પહોંચી શકે છે. અંધારુ હોવાના કારણે રેસ્ક્યૂ ઓપરેશન રોકવામાં આવ્યું છે. શુક્રવારે સવારે ફરીથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવશે.

    એક બાજુ વજન વધી જતાં હોડી પલટી

    પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉકોરા અને બુગોલોરા આઇલેન્ડ વચ્ચે તટીય વિસ્તાર નજીક આ હોડી ડૂબી હતી. હોડીમાં ક્ષમતાથી વધારે લોકો સવાર હતા. કિનારે પહોંચ્યા પહેલા જ હોડીમાં અચાનક કેટલાક લોકો એક તરફ જઇ ગયા હતા. જેના કારણે હોડી પલટી ગઇ હતી.

    400થી વધારે લોકો હતા હોડી ઉપર સવાર

    સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હોડી ઉપર 400થી વધારે લોકો સવાર હતા. આશરે 100 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 32 લોકોની હાલત ગંભીર છે. મૃતકોનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી.

    1996માં ડૂબ્યા હતા 800થી વધારે લોકો

    ઉલ્લેખનીય છે કે વિક્ટોરિયા ઝીલ આફ્રિકાની સૌથી મોટી ઝીલ છે. અહીં પહેલા પણ હોડી પલટી હોવાની ઘટનાઓ બની છે. 21 મે 1996માં એમવી બુકોબા ફેરી ડૂબની ઘટનામાં 800થી વધારે લોકો માર્યા ગયા હતા.
    Published by:ankit patel
    First published:

    Tags: Africa, Boat, Dead

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन