આસામની હોસ્પિટલમાં છ દિવસમાં 15 નવજાત બાળકોના મોત

પ્રતિકાત્મક તસવીર

આસામના જોરહાટ મેડિકટલ કોલેજ અને હોસ્પિટલમાં એકથી છ નવેમ્બર વચ્ચે ઓછામાં ઓછા 15 નવજાત બાળકોના મોત થયા છે.

 • Share this:
  આસામના જોરહાટ મેડિકટલ કોલેજ અને હોસ્પિટલમાં એકથી છ નવેમ્બર વચ્ચે ઓછામાં ઓછા 15 નવજાત બાળકોના મોત થયા છે. રાજ્ય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આ કેસમાં તપાસના આદેશ આપ્યા છે. જેના માટે એક ટીમ હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપત હતી. હોસ્પિટલ તંત્ર દ્વારા આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી છે.

  જેએમસીએચના અધિક્ષક સૌરભ બોરકાકોટીના અનુસાર નવજાત વિશેષની દેખરેખ વિભાગમાં એકથી છ નવેમ્બર વચ્ચે 15 નવજાત બાળકોના મોત થયા છે. બોરકાકોટીએ દાવો કર્યો છે કે, મોત ચિકિત્સીય કે હોસ્પિટલની બેદરકારીથી નથી થઇ. તેમણે જણાવ્યું કે ક્યારેક ક્યારેક હોસ્પિટલમાં આવનારા દર્દીઓની સંખ્યા વધારે હોય છે. એટલા માટે મરનાર નવજાતની સંખ્યા વધારો હોઇ શકે છે.

  આ એ વાત ઉપર નિર્ભર કરે છે કે દર્દીને કઇ અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. બની શકે કે લાંબા સમય સુધી દુઃખાવા બાદ ગર્ભવતી મહિલાઓને અહીં લાવવામાં આવે છે. અથવા બાળકનું વજન ઓછું હોય છે. આવી પરિસ્થિતિઓમાં નવજાતનું મોત થાય છે. બોરકાકોટીએ જણાવ્યું કે, હોસ્પિટલમાં આ મોતની તપાસ કરવા માટે છ સભ્યોની સમિતિ બનાવી છે.
  Published by:ankit patel
  First published: