ફાની વાવાઝોડાને કારણે ભૂસ્ખલનનો ખતરો, શાળા, કોલેજ અને દુકાનો બંધ રાખવા સૂચના

News18 Gujarati
Updated: May 2, 2019, 11:24 PM IST
ફાની વાવાઝોડાને કારણે ભૂસ્ખલનનો ખતરો, શાળા, કોલેજ અને દુકાનો બંધ રાખવા સૂચના

  • Share this:
ઓડિશા તરફ ફાની 16 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે વધી રહ્યું છે. જે શુક્રવારે સવારે 8-10 વાગ્યાની આસપાસ દેવસ્થાન પુરીની પાસે સ્થિત ગોપાલપુર સુધી પહોંચી જશે. પહેલાં આ વાવાઝોડું બપોરે 3 વાગ્યે પહોંચશે તેવું માનવામાં આવતું હતું. સ્થાનિક રિપોર્ટ પ્રમાણે ઓડિશાના 13 અતિસંવેદનશીલ જિલ્લાના લગભગ 11 લાખ લોકોને સુરક્ષિત સ્થાને લઈ જવના પ્રયાસ ચાલું છે, જ્યારે અત્યાર સુધીમાં સાડા ત્રણ લાખ લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા છે.

ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના રિપોર્ટ પ્રમાણે શુક્રવારે 12થી 2 વાગ્યાની વચ્ચે ઓડિશામાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભુસ્ખલન થઇ શકે છે. આથી સરકારે તમામ કોલેજ અને વેપારીઓને દુકાન બંધ રાખવાની સચૂના જાહેર કરી છે.

અહીં ક્લિક કરી વાંચોઃ થાઇલેન્ડના રાજાએ બોડીગાર્ડ સાથે કર્યા ચોથા લગ્ન, ત્રણ પત્નીઓને આપ્યા છે તલાક

ફાની વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને રાખી વડાપ્રધાન મોદીએ હાઇ લેવલની મીટિંગ બોલાવી હતી. બેઠકમાં પીએમ મોદીએ કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે પ્રભાવિત રાજ્યના અધિકારીઓ સાથે સંપર્ક બનાવી રાખવો અને જરૂરી મદદ પહોંચાડવી.

તો બીજી બાજુ વાવાઝોડાથી બચવા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ઓડિશા સરકારે ટ્વીટ કરી જણાવ્યું કે તમામ 11 લાખ લોકોને સુરક્ષીત સ્થળે મોકલવામાં આવશે. સૌથી વધુ ગંજમથી અંદાજે 2 લાખ 81 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવશે.

તો ફાની વાવાઝોડાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. ખાસ કરીને ઓડિશા તરફ જતી મોટાભાગની ટ્રેન રદ્દ કરવામાં આવી છે, તો ગુરુવારે તમામ એરલાઇન કંપનીઓએ આવનારા 24 કલાક સુધી પોતાની તમામ ફ્લાઇટ રદ્દ કરી છે. બીજુ પટનાયક ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જતી તમામ ફ્લાઇટ ગુરુવાર રાતથી બંધ થઇ જશે.
First published: May 2, 2019, 8:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading