કોરોનાનો હાહાકાર : મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત પોલીસકર્મીઓની સંખ્યા 10 હજારને પાર

News18 Gujarati
Updated: August 5, 2020, 5:48 PM IST
કોરોનાનો હાહાકાર : મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત પોલીસકર્મીઓની સંખ્યા 10 હજારને પાર
ફાઇલ તસવીર

મહારાષ્ટ્રમાં કોરોનાનો ચેપ લાગ્યા બાદ 107 પોલીસકર્મીનાં મોત, તેલંગાણા અને ત્રિપુરામાં ખૂબ ઝડપે ફેલાઈ રહ્યો છે કોરોનાનો ચેપ.

  • Share this:
નવી દિલ્હી : કોવિડ 19ને કારણે મહારાષ્ટ્ર (Maharashtra)માં એક દુર્ભાગ્યપૂર્ણ રેકોર્ડ બન્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત પોલીસ કર્મચારી (Police personnel)ઓનો આંકડો 10 હજારને પાર થઈ ગયો છે. સ્વાસ્થ્ય વિભાગ (Health Department)ની જાણકારી પ્રમાણે 10 હજાર કેસમાંથી 107 પોલીસકર્મીઓનાં મોત થયા છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં જે પોલીસકર્મીઓનો કોવિડ 19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો તેમાં 1,035 અધિકારી (officers) પણ સામેલ છે.

ભારતમાં કોરોના સંક્રમણનો આંકડો બુધવારે 19 લાખને પાર કરી ગયો છે. છેલ્લા એક લાખ જેટલા કેસ તો ફક્ત બે જ દિવસમાં વધી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 52,509 લોકો કોરોના સંક્રમિત થયા છે. જ્યારે અત્યાર સુધી 12,82,215 લોકો કોરોનાથી સાજા થઈ ચુક્યા છે. કોરોનાને કારણે 39,795 લોકોનાં મોત થયા છે.

બીજી તરફ, દેશમાં કોરોના સેમ્પલ ટેસ્ટિંગની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ભારતમાં 4 ઓગસ્ટ સુધીમાં કુલ 2,14,84,402 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 6,19,652 સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

(આ પણ વાંચો : અમુક લોકો વ્યક્તિગત સ્વાર્થ માટે ઇતિહાસ સાથે છેડછાડ કરી રહ્યા છે : રામ મંદિર ભૂમિપૂજન બાદ શંકરસિંહ)

ઉત્તર પ્રદેશમાં કેબિનેટ મંત્રી સંક્રમિત, તેલંગાણા-ત્રિપુરામાં કેસ વધ્યા

ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી બ્રજેશ પાઠક બુધવારે કોરોના સંક્રમિત આવ્યા હતા. તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને સેલ્ફ ક્વૉરન્ટીન થવાની અપીલ કરી છે. ભારતમાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે તેમાં તેલંગાણા અને ત્રિપુરામાં કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે.નીચે વીડિયોમાં જુઓ : સ્કૂલ ફી મામલે હાઇકોર્ટનો આદેશ

વિશેષમાં, ગુજરાતમાં 24 કલાકમાં વધુ 1020 વ્યક્તિઓ કોરોના સંક્રમિત થયા છે. રાજ્યમાં 24 કલાક દરમિયાન 989 વ્યક્તિઓએ કોરોનાને મ્હાત આપી અને સાજા થઈને ઘરે ગયા છે. જોકે, 24 કલાક દરમિયાન વધુ 25 દર્દીઓનાં મોત થતા ચિંતા વધી છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 14,811 પર પહોંચી છે જ્યારે મોતની સંખ્યા પણ વધીને 2534 થઈ છે.
Published by: Vinod Zankhaliya
First published: August 5, 2020, 5:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading