બ્રાઝિલના ફૂટબોલ ક્લબમાં લાગી ભયાનક આગ, 10નાં મોત

બ્રાઝિલના ફૂટબોલ ક્લબમાં લાગી ભયાનક આગ, 10નાં મોત

 • Share this:
  બ્રાઝિલના જાણીતા ફૂટબોલ ક્લબ ફ્લેમિંગોના ટ્રેનિંગ સેન્ટરમાં અચાનક ભયાનક આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે તેમાં 10 લોકોનાં મોત થયા છે. આગ લાગી તે બિલ્ડિંગમાં 14થી 17 વર્ષના યુવા ખેલાડીઓ રહેતા હતા. ન્યૂઝ ચેનલ ગ્લોબોના રિપોર્ટ પ્રમાણે આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

  બ્રાઝિલના ફૂટબોલ ખેલાડીઓ પર એક પછી એક ઘાત પડી રહી છે. થોડા વર્ષ પહેલા બ્રાઝિલની આખી ફૂટબોલ ટીમનું પ્લેન ક્રેશમાં મોત થયું હતું. ત્યારે શુક્રવારે જાણીતા ફૂટબોલ ક્લબ ફ્લેમિંગોના ટ્રેનિંગ સેન્ટરમાં આગ લાગી હતી. આગમાં દશ લોકોનાં મોત થયા છે.  અહીં ક્લિક કરી વાંચોઃ PM કિસાન સન્માન નિધિ યોજના: આવી રીતે જાણો 6000 રુપિયા મળશે કે નહીં?

  હાજર અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે ટ્રેનિંગ સેન્ટરમાં આગ લાગી ત્યારે તમામ ખેલાડીઓ સૂતા હતા. શહેરમાં આગ એવા સમયે લાગી જ્યારે થોડા સમય પહેલા જ શહેરમાં થયેલા વરસાદમાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયા હતા.
  Published by:News18 Gujarati
  First published:February 08, 2019, 17:11 IST

  ટૉપ ન્યૂઝ