AAP સામે BJPની કારમી હાર બાદ 'રિંકિયા કે પાપા'ની આવી રીતે ઊડી રહી છે મજાક!

AAP સામે BJPની કારમી હાર બાદ 'રિંકિયા કે પાપા'ની આવી રીતે ઊડી રહી છે મજાક!
તસવીર સૌજન્ય : YouTube Screengrab/Google Trends.

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થતાં જ 'રિંકિયા કે પાપા' ગીત ગૂગલ સર્ચમાં ટૉપ પર પહોંચી ગયું

  • Share this:
    નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Election 2020)માં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)એ 70માંથી 62 બેઠકો જીતીને હેટ્રિક મારી દીધી છે. બીજી તરફ બીજેપી (BJP)ને માત્ર 8 સીટો જીતી સંતોષ માનવો પડ્યો છે. દિલ્હીના પરિણામોમાં અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ફરી હીરો બનીને ઉભર્યા છે તો બીજી તરફ દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારી (Manoj Tiwari)નો ખૂબ કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. તિવારીનું 'રિંકિયા કે પાપા...' ગીત ગૂગલ સર્ચ (Google Search)માં એ હદે સર્ચ કરવામાં આવ્યું કે તે ટૂંક સમયમાં વાયરલ થઈ ગયું.

    મતગણતરીના દિવસે જેમ-જેમ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું હતું તે સમયે જ સોશિયલ મીડિયા પર બીજેપી સાંસદ મનોજ તિવારીની મજાક ઉડાવવાની શરૂઆત થઈ ગઈ હતી. ટ્વિટર પર #Rinkyakepapa ટૉપ ટ્રેન્ડમાં આવી ગયું હતું. આ ટ્રેન્ડની સાથે AAP સમર્થક બીજેપી સાંસદની ફિલ્મોના ગીતોની ક્લિપ શૅર કરીને મજાક ઉડાવી રહ્યા હતા. નોંધનીય છે કે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચાર દરમિયાન પણ મનોજ તિવારીના ગીતોને શૅર કરીને મજાક ઉડાવી હતી.




    અસંખ્ય લોકોએ Google પર રિંકિયા કે પાપા ગીત સર્ચ કર્યું

    ઉલ્લેખનીય છે કે મનોજ તિવારીના આલ્બમનું ગીત રિંકિયા કે પાપા ખૂબ લોકપ્રિય છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીના સમગ્ર કેમ્પેન દરમિયાન આ ગીતને ગૂગલ પર અસંખ્ય વાર સર્ચ કરવામાં આવ્યું. બીજેપીના કાર્યકર્તા ચૂંટણી પ્રચારના ભાગરૂપે રિંકિયા કે પાપા ગીતનો ઉપયોય કરતાં હતા. તો બીજી તરફ આપ કાર્યકર્તા મનો‍જ તિવારીનો કટાક્ષ કરવા સોશિયલ મીડિયા પર તેનો ઉપયોગ કરતાં હતા. ગૂગલ ટ્રેન્ડ્સ મુજબ આમ આદમી પાર્ટીની જીત બાદ રિંકિયા કે પાપા સર્ચ કરવાની સંખ્યા અનેક ગણી વધી ગઈ હતી.


    AAP કાર્યકર્તાઓનો ડાન્સ વીડિયો થયો વાયરલ

    સોશિયલ મીડિયા પર મનોજ તિવારીના જાણીતા આલ્બમ ગીત 'ચટ દેની માર દેલી ખીંચ કે તમાચા, હીં હીં હીં હીં હંસ દેલી રિંકિયા કે પાપા...' ગીત પર AAPના કાર્યકર્તા ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર મનોજ તિવારીના ગીત પર AAP કાર્યકર્તાઓની ઉજવણીનો વીડિયો વાયરલ થઈ ગયો છે.



    સોશિયલ મીડિયા યૂઝર્સે શું કરી કોમેન્ટ?





    આ પણ વાંચો, 48 સીટો પર જીતનો દાવો કરનારા ટ્વિટ પર હવે મનોજ તિવારીએ કહી આ મોટી વાત
    Published by:News18 Gujarati
    First published:February 12, 2020, 15:10 pm

    ટૉપ ન્યૂઝ