શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સાથે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) સરકારની લોકપ્રિયતા ઘટી રહી છે? હાલના તાજા સર્વેથી એવું લાગી રહ્યું છે. વાત જામે એમ છે કે, મોદી સરકારના 4 વર્ષ પૂર્ણ થતા અને અગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીને લઈ જનતાનો મૂડ જોવા માટે એબીપી ન્યૂઝે સીએડીએસ સાથે મળી એક સર્વે કર્યો છે. આનાથી કબર પડે છે કે, જનતા 2019માં નરેન્દ્ર મોદીને બીજો મોકો આપવા નથી માંગતી. જો આજે ચૂંટણી કરવામાં આવે, તો એનડીએ સરકાર એકલી પોતાના દમ પર બહુમત હાશિલ ન કરી શકે.
સર્વે અનુસાર, એનડીએને ઉત્તરપ્રદેશમાં ભારે ઝટકો મળી શકે છે. 2014માં બીજેપીએ યૂપીમાં 73 બેઠક પર જીત મેળવી હતી, પરંતુ જો આજે ચૂંટણી યોજવામાં આવે, તો એનડીએ 2014નું પ્રદર્શન ફરી નહીં દોહરાવી શકે.
એબીપી ન્યૂઝના સર્વેમાં દેશની તમામ 543 લોકસભા બેઠકની વાત કરીએ તો, એનડીએની સરકાર તો બનતી જોવા મળી રહી છે, પરંતુ 2014ના મુકાબલે પ્રદર્શન ઘટી રહ્યું છે. વોટ શેરની વાત કરીએ તો, એનડીએના ભાગમાં 37 ટકા, યૂપીએના ભાગમાં 31 ટકા અને અન્યના ભાગમાં 32 ટકા વોટ શેર જતા જોવા મળી રહ્યા છે.
જ્યારે, 2014ની વાત કરીએ તો એનડીએને 36 ટકા, યૂપીએને 25 ટકા અને અન્યને 39 ટકા વોટ મળ્યા હતા. સર્વે અનુસાર, 2014ના મુકાબલે એનડીએને એક ટકા વોટ શેરનો ફાયદો થઈ રહ્યો છે. જ્યારે યૂપીએને 6 ટકા વોટ શેરનો ફાયદો થવાનું અનુમાન છે.
સર્વે અનુસાર કુલ 15859 લોકોની સલાહ લેવામાં આવી છે, જેમાંથી લગભગ 47 ટકા લોકો માને છે કે, મોદી સરકાર 2019માં ફરી એક મોકો મળે તેના માટે લાયક નથી. જ્યારે 39 ટકા લોકો માને છે કે, મોદીની સરકારને બીજો મોકો મળવો જોઈએ.
સર્વેમાં એ પણ ખબર પડી છે કે, મોદી સરકાર વિરોધી ભાવનાઓ દેશના ધાર્મિક અલ્પસંખ્યક વચ્ચે ઘણી વધારે છે. સર્વેમાં ખબર પડી છે કે, લગભગ ત્રણ-ચતુર્થાંસ મુસ્લીમ અને અડધાથી પણ વધારે શિખોએ સંકેત આપી દીધા છે કે, તે અગામી વર્ષે મોદીને રસ્તામાં નથી જોવા માંગતા.
માત્ર મુસ્લિમ જ નહીં પરંતુ હિંદુ સમુદાયના મતદાતાઓ વચ્ચે પણ સરકાર વિરોધી ભાવના છે. સર્વે અનુસાર, 44 ટકા હિંદુ ઈચ્છે છે કે, મોદી ફરીથી પ્રધાનમંત્રી બને જ્યારે 42 ટકા હિંદુ મોદી સરકારના વિરોધમાં છે.
મોદી સરકાર વિરુદ્ધ સૌથી વધારે ગુસ્સો દલિત અને આદિવાસી સમાજને છે. 55 ટકા દલિત અને 43 ટકા આદિવાસી સમાજના લોકો નથી ઈચ્છતા કે, મોદીને એક વાર ફરી વર્ષ 2019માં મોક મળે.
વર્તમાન સરકારને ઓબીસી સમાજનો પણ ઘણો વિરોધ સહન કરવો પડી રહ્યો ચે. લગભગ 42 ટકા ઓબીસી સમાજના લોકો નથી ઈચ્છતા કે મોદી ફરી સત્તામાં આવે.
સર્વેમાં પ્રશ્ન પુછાયો કે બીજેપીને વોટ આપશો? તો 32 ટકા લોકોનો જવાબ હા હતો, આ પહેલા વર્ષના શરૂઆતમાં સર્વે થયો હતો તેમાં 34 ટકા લોકોએ બીજેપીને વોટ આપશું તેમ જવાબ આપ્યો હતો. આનો મતલબ બીજેપીને 2 ટકા વોટમાં ઘટાડો દર્શાવે છે. આ પરથી એ ઈશારો થાય છે કે, મોદી સરકારની લોકપ્રિયતામાં ઘટાડો જરૂરથી થયો છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર