કોરોનાથી નહીં કડક લોકડાઉનના કારણે થઈ શકે છે વધારે લોકોના મોતઃ નિષ્ણાતો

News18 Gujarati
Updated: May 27, 2020, 4:39 PM IST
કોરોનાથી નહીં કડક લોકડાઉનના કારણે થઈ શકે છે વધારે લોકોના મોતઃ નિષ્ણાતો
નિષ્ણાતો સાથે વાત કરતા રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ દરમિયાન બંને નિષ્ણાતોએ આ વાત ઉપર ભાર મૂક્યો હતો કે, કોરોનાના સંક્રમણ ઉપર અંકુશ લગાવવા માટે વધારે પ્રમાણમાં તપાસ કરવામાં આવે.

  • Share this:
નવી દિલ્હીઃ દુનિયાના બે જાણિતા સ્વાસ્થ્ય નિષ્ણાતો આશીષ ઝા (Asish Jha) અને જોહાન ગિસેક (Prof. Johan Giesecke)એ બુધવારે કહ્યું હતું કે, કોરોના વાયરસ (Coronavirus) આગામી વર્ષ સુધી રહેવાનો છે. ભારતમાં લોકોડાઉનમાં છૂટછાટ લાવવા અને આર્થિક ગતિવિધિઓની શરૂઆત કરતા સમયે લોકોમાં વિશ્વાસ ઊભો કરવાની જરૂરત છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ દરમિયાન બંને નિષ્ણાતોએ આ વાત ઉપર ભાર મૂક્યો હતો કે, કોરોનાના સંક્રમણ ઉપર અંકુશ લગાવવા માટે મોટા પ્રમાણમાં તપાસ કરવામાં આવે અને વૃદ્ધો, ગંભીર બીમારીથી ગ્રસ્ત લોકો અને હોસ્પિટલોમાં દર્દીઓ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે.

વાતચીત દરમિયાન પ્રોફેસર જોહાને કહ્યું કે કડક લોકડાઉન બીમારીથી વધારે મોતનું કારણ બની શકે છે. આના પગલે દેશની ઈકોનોમી પણ બર્બાદ થઈ જશે. તેમણે કહ્યું કે, આ ખુબ જ સામાન્ય બીમારી છે. મોટાભાગના લોકોને એ ખબર નથી. જે લોકો પહેલાથી કોઈપણ કારણથી બીમાર છે તેમને બચવાની જરૂર છે. બીમારીની તુલનામાં કડક લોકડાઉનના કારણે વધારે લોકોના મોત થઈ શકે છે.

આ પણ વાંચોઃ-અમદાવાદ: 'તું વારંવાર ટેપ બંધ કરાવવા માટે પોલીસ ફરિયાદ કરે છે', અદાવતમાં કરાયો જીવલેણ હુમલો

જોહાન પ્રમાણે લોકડાઉનને તબક્કાવાર રીતે ખોલવું જોઈએ. આ પહેલા કેટલીક પાબંદીઓ પહાવવી જોઈએ. જો સંક્રમણ વધારે ફેલાય તો ફરથી એક ડગલું પાછું ખેંચી લો. વૃદ્ધો અને ગંભીર બીમારીથી ગ્રસ્ત લોકોનું ધ્યાન રાખવામાં આવે.

આ પણ વાંચોઃ- લૉકડાઉનમાં પાન મસાલાનું વ્યસન છૂટ્યું, બચેલી રકમમાંથી રાશન કિટ્સ વહેંચી

બંને નિષ્ણાતો સાથે વાતચીતમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, હવે લોકોનું જીવન બદલાઈ જશે. અમેરિકામાં 11 સપ્ટેમ્બર 2001ના દિવસે આતંકવાદી હુમલો એ નવો અધ્યાય કહેવામાં આવે છે. પરંતુ કોવિડ-19 નવું પુસ્તક જ હશે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે ભારતમાં કોરોના સામે પ્રભાવી ઢંગથી લડવા માટે રાજ્યોને વધારે અધિકાર અને સંશાધન ઉપલબ્ધ કરાવવા જોઈએ.ભારતીયમૂળના જાણિતા અમેરિકી લોક સ્વાસ્થ્ય નિષ્ણાત આશિષ ઝાએ કહ્યું કે કોવિડ-19 વાયરસ આગામી વર્ષ સુધી રહેવાનો છે. અને લોકડાઉન પછી આર્થિક ગતિવિધિઓ શરૂ કરતા સમયે લોકોની વચ્ચે વિશ્વાસ ઊભો કરવાની જરૂરત છે. હારવર્ડ ગ્લોબલ હેલ્થ ઈન્સ્ટીટ્યૂટના નિર્દેશ ઝાએ કહ્યું કે આ વાયરસની મનોવૈજ્ઞાનિક અસર પણ છે. લોકડાઉન થકી તમે પોતાના લોકોને એક પ્રકારે સંદેશ આપો છો કે સ્થિતિ ગંભીર છે. આવી સ્થિતિમાં જો તમે આર્થિક ગતિવિધિયાં ખોલો છો તો તમારે લોકોમાં વિશ્વાસ પેદા કરવો પડશે.
First published: May 27, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading