Home /News /national-international /ભીડ એટલે મોતને આમંત્રણ આપવું! મોરબી, હેલોવીન અને...1 મહિનામાં 3 મોટી દુર્ઘટના અને 400થી વધુ લોકો કાળનો કોળિયો બન્યા

ભીડ એટલે મોતને આમંત્રણ આપવું! મોરબી, હેલોવીન અને...1 મહિનામાં 3 મોટી દુર્ઘટના અને 400થી વધુ લોકો કાળનો કોળિયો બન્યા

1 જ મહિનામાં 3 મોટી દુર્ઘટના

Morbi Bridge Collapse: ઓક્ટોબર મહિનામાં ભારત સહિત એશિયાના ત્રણ દેશ ભયાનક દુર્ઘટનાના સાક્ષી બન્યા, જેના લીધે સમગ્ર વિશ્વમાં શોકની લહેર છવાઈ ગઈ હગી. આ ત્રણ દર્દનાક દુર્ઘટનાઓએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ભીડભાડવાળી જગ્યાએ જવું એટલે મોતના મુખમાં જવું. ભારત, દક્ષિણ કોરિયા અને ઇન્ડોનેશિયામાં ભીડને કારણે સેંકડો લોકો મૃત્યુ પામ્યા હતા અને સમગ્ર વિશ્વમાં હોબાળો થયો હતો. ઑક્ટોબરમાં એશિયામાં ભીડના કારણે એક સાથે 400થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

વધુ જુઓ ...
    નવી દિલ્હી. ઓક્ટોબર મહિનામાં ભારત સહિત એશિયાના ત્રણ દેશ ભયાનક દુર્ઘટનાના સાક્ષી બન્યા, જેના લીધે સમગ્ર વિશ્વમાં શોકની લહેર છવાઈ ગઈ હગી. આ ત્રણ દર્દનાક દુર્ઘટનાઓએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ભીડભાડવાળી જગ્યાએ જવું એટલે મોતના મુખમાં જવું. ભારત, દક્ષિણ કોરિયા અને ઇન્ડોનેશિયામાં ભીડને કારણે સેંકડો લોકો મૃત્યુ પામ્યા હતા અને સમગ્ર વિશ્વમાં હોબાળો થયો હતો. ઑક્ટોબરમાં એશિયામાં ભીડના કારણે એક સાથે 400થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. ભારતમાં, ગુજરાતના મોરબીમાં જ્યારે કેબલ બ્રિજ તૂટતા નાશભાગ મચી ગઈ હતી તો, દક્ષિણ કોરિયાની રાજધાનીમાં હેલોવીન પાર્ટીમાં નાસભાગ બાદ લાશોના ઢગલા થઈ ગયા હતા, જ્યારે ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ બાદ થયેલી નાસભાગમાં સેંકડો લોકોના મોત થયા હતા.

    મોરબી બ્રિજ દુર્ઘટનામાં ભીડે જ 135થી વધુ લોકોના જીવ લીધા


    ગુજરાતના મોરબી શહેરમાં કેબલ બ્રિજ પર ભીડ એટલી હદે વધી ગઈ હતી કે બ્રિજ તૂટીને નદીમાં પડ્યો હતો અને જોતા જ 135થી વધુ લોકોની જીંદગી હોમાઈ ગઈ હતી. બ્રિજ પર ભારે ભીડ હોવાના કારણે આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે. જો કે હજુ તપાસ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. એક હકીકત એ પણ છે કે આ પુલ ઘણો જૂનો છે અને તેની યોગ્ય જાળવણી કરવામાં આવતી નહોતી. દિવાળીની રજાઓ વચ્ચે રવિવારે મોજમસ્તી કરવા માટે પુલ પર મોટી સંખ્યામાં લોકો હતા. પુલ જૂનો હોવાથી ભીડનો ભાર સહન કરી શક્યો નહીં અને તૂટી પડ્યો. આ પછી ઘણા લોકો સીધા નદીમાં પડ્યા અને 135થી વધુ લોકોના મોત થયા.

    આ પણ વાંચોઃ ગુજરાત મોરબી દુર્ઘટના બાદ હવે આ રાજ્યમાં 2,109 બ્રિજની તપાસ થશે

    સાઉથ કોરિયામાં 'હેલોવીન' દરમિયાન નાસભાગ


    સાઉથ કોરિયાની રાજધાની સિયોલમાં પણ 30 ઓક્ટોબરના રોજ ભીડે સેંકડો લોકોનો જીવ લીધો હતો. સિયોલમાં 'હેલોવીન' પાર્ટી દરમિયાન ભીડે સાંકડી ગલીમાં ઘૂસવાનો પ્રયાસમાં ભાગદોડમાં કચડાઈને ઓછામાં ઓછા 153 લોકોના મોત થયા હતા. હકીકતમાં ઈટેવનમાં દેશના સૌથી મોટા આઉટડોર 'હેલોવીન' સેલિબ્રેશન માટે લગભગ 100,000 લોકો ભેગા થયા હતા. પરંતુ સાંકડી ગલીમાં વધારે ભીડના કારણે લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો અને જોત જોતામાં રસ્તા પર લાશના ઢગલા થઈ ગયા. મૃતકોમાં મોટાભાગના 20 વર્ષની વયના કિશોરો અને યુવાનોનો સમાવેશ થાય છે.

    ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ પછી ભાગદોડ


    ઈન્ડોનેશિયામાં ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં ફૂટબોલ મેચ પછી ભાગદોડમાં 125 લોકોના મોત થઈ ગયા હતા. મેચ પછી થયેલો વિવાદ શાંત કરવા માટે પોલીસે ગેસના શેલ છોડ્યા હતા, જેના કારણે દર્શકોમાં ભાગદોડ મચી ગઈ અને મોટાભાગના લોકોના મોત કચડાઈ જવાથી થયા હતા. આ દુર્ઘટનામાં 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. જો કે કેટલાક મીડિયા રિપોર્ટમાં મૃત્યુઆંક 175 દર્શાવે છે. હકીકતમાં પૂર્વ જાવા પ્રાંતના મલંગ શહેરમાં આયોજિત એક ફૂટબોલ મેચમાં, યજમાન અરેમા એફસી સુરાબાયાની પર્સેબાયા ટીમ સામે 3-2થી હારી ગઈ હતી, ત્યારબાદ દર્શકો વચ્ચે ઝપાઝપી થઈ હતી.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Indonesia, Morbi bridge collapse, South korea

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन