મોરબીમાં મોડી સાંજે રવિવારે થયેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 132થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે. મચ્છુ નદી પર બનેલી આ હચમચાવી નાખતી ઘટનામાં ભાજપ સાંસદ મોહન કુંડારિયાના 12 સંબંધીઓના મોત પણ થયા છે.
મોરબી: મોરબીમાં મોડી સાંજે રવિવારે થયેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 132થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે. મચ્છુ નદી પર બનેલી આ હચમચાવી નાખતી ઘટનામાં ભાજપ સાંસદ મોહન કુંડારિયાના 12 સંબંધીઓના મોત પણ થયા છે. તો વલી મૃત્યાંક ઝડપથી વધી રહ્યો છે. ઘટનાસ્થળે થલસેના, વાયુસેના, નૌસેના અને NDRFની ટીમો રેસ્ક્યૂમાં લાગી ગઈ છે.
ભાજપના સાંસદ મોહનભાઈએ કહ્યું કે, આ દુર્ઘટનામાં મારી બહેનના જેઠ એટલે કે, મારા બનેવીના ભાઈની 4 દિકરીઓ, 3 જમાઈ અને 5 બાળકો ખોઈ દીધા છે. જે અત્યંત દુ:ખદ છે.
રાજકોટના સાંસદ મોહનભાઈએ કહ્યું કે આ દુર્ઘટના અત્યંત દુ:ખદ છે. હું કાલ સાંજનો અહીં જ છું. 100 થી વધારે લોકોની બોડી મળી ચુકી છે. પુલ ખોલવાની પરમિશન ન લેવા મામલા પર તેમણે કહ્યું કે, અહીં કોઈ અધિકારી હાજર નથી. જેમની ભૂલ હશે, તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, કોઈને પણ છોડવામાં આવશે નહીં. મોહન ભાઈ કુંડારિયાએ કહ્યું કે, આ દુર્ઘટનાની સચ્ચાઈ 100 ટકા સામે આવશે, કારણ કે આ દુર્ઘટના પર પીએમ મોદી પણ સતત નજર રાખી રહ્યા છે. આખી રાત ફોન પર તેઓ જાણકારી લેતા રહ્યા છે.
કંપની સામે ફરિયાદ નોંધાઇ
મોરબી પુલ દુર્ઘટના અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. મોરબીની ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં ગુનેગારો વિરુદ્ધમાં IPC કલમ 304, 308, 114 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આ ફરિયાદ જે કંપની આ બ્રિજની સંભાળ લેતી હતી તેની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. આમાં બિનઈરાદે હત્યા, લાપરવાહી મામલે ફરિયાદ નોંધવામાં આવી છે.
મોરબી માટે રવિવારનો દિવસ ખૂબ જ ગોઝારો રહ્યો. અહીં અંગ્રેજો વખતનો ઝૂલતો પુલ તૂટવાને કારણે 130થી વધારે લોકોનાં મોત થયા છે. સાંજના સમયે બ્રિજ પર વધારે પ્રમાણમાં લોકો એકઠા થઈ ગયા હોવાથી બ્રિજ તૂટી ગયો હતો. પુલ તૂટતા અનેક લોકો નદીના પાણીમાં પટકાયા હતા. સોમવારે સવારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સોમવાર સવાર સુધી મળેલી માહિતી પ્રમાણે દુર્ઘટનામાં 132 લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત અધિકારિક આંકડા પ્રમાણે સવાર સુધી બે લોકો લાપતા હતા. હર્ષ સંઘવીના જણાવ્યા પ્રમાણે ઝૂલતો બ્રિજ તૂટ્યો ત્યારે પુલ ઉપર 210 લોકો હાજર હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર