બે મહિલાઓની પીટાઇનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં બે મહિલાઓ સફેદ સ્કૂટી પર જતી દેખાય છે. આ ઘટના ઉત્તર પ્રદેશના મુરાદાબાદ(Moradabad)ની છે જ્યાં ઘરેથી ડ્યૂટી પર જતી બે સગી બહેનો પર દબંગો અને તેમના પરિવારની મહિલાઓ હુમલો કરીની પિટાઇ કરી છે. વધુમાં આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. પીડિત બહેનો આરોપ છે કે પોલીસે પણ તેમની કોઇ મદદ નથી કરી.
અને તે એસએસપી મુરાદાબાદની પાસે ફરિયાદ કરવા પણ પહોંચી હતી. હાલ તો આ પીડિત બહેનોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. તેમને હોસ્પિટલમાં ઇજાઓના કારણે ભર્તી કરવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. અને સાથે આરોપી વિરુદ્ધ જલ્દી કાર્યવાહી કરવાની પણ વાત કરી છે.
બંને બહેનોએ રડતા જણાવ્યું કે નવા મુરાદાબાદના રહેવાસી તેવા દબંગ જસવીર અને અડધો ડઝન મહિલાઓએ સાથે મળીને તેમને ક્રૂરતાપૂર્વક પીટાઇ કરી. અને તેની સ્કૂટી પણ તોડી દીધી. આ બંને બહેનો જ્યારે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જવા લાગે તો તેમને રસ્તામાં રોકીને તેમની સાથે મારપીટ કરી. આ વાતની સૂચના મઝોલાની પોલીસને આપવામાં આવી પણ તેમણે કોઇ સહાયતા ના કરી. આ બહેનોનું કહેવું છે કે તેમના જીવને જોખમ છે અને તેના કારણે તેમણે એસએસપી કાર્યાલયમાં પોતાની ફરિયાદ સોંપી છે.
બંને બહેનોની હાલત બગડતા તેમને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવી છે. ત્યાં તેમના ભાઇએ પોલીસ પર ગંભીર આરોપ લગાવતા પોલીસ પણ દબંગો સાથે મળેલી છે. અને ઘટનાને 24 કલાક થવા છતાં પોલીસે બહેનોના આ કેસની તપાસ કરવા કોઇ અધિકારી આવ્યું નથી.
વધુ વાંચો :
Mumbai Rains: મુંબઇ-પુણેના આ વિસ્તારો થયા જળમગ્ન, પાક નિષ્ફળ થવાનો પણ ભય
જ્યારે સીઓ સિવિલ લાઇનથી વાત કરી તો તપાસ કરવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી હતી. એએસપી કુલદીપ ગુણાવત મુજબ આ મામલે તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે આજકાલ અનેક તેવી ઘટનાઓ બની રહી છે જેમાં ક્રાઇમ બાદ ઘટનાને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવે છે. અને અનેક વાર ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી પોલીસ તેની પર કાર્યવાહી કરી હોય તેવું પણ જોવા મળ્યું છે.
Published by:Chaitali Shukla
First published:October 15, 2020, 13:24 pm