Home /News /national-international /જબરો ચાહક: સલમાન ખાનને ફક્ત એક વાર મળવા માટે ઘરબાર વેચીને નીકળ્યો આ યુવક, 100-100 વાર જોઈ છે તેની ફિલ્મો

જબરો ચાહક: સલમાન ખાનને ફક્ત એક વાર મળવા માટે ઘરબાર વેચીને નીકળ્યો આ યુવક, 100-100 વાર જોઈ છે તેની ફિલ્મો

સલમાન ખાનનો સૌથી મોટો ફેન

મુરાદાબાદના મઝોલા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા મંગૂપુરાના યુસુફે સલમાનને કેટલીય ફિલ્મો 100-100 વાર જોઈ છે. જિલ્લાના સિનેમાઘરોમાંથી તેને સર્ટિફિકેટ પણ મળ્યા છે.

    મુરાદાબાદ: આપે બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના દેશ અને દુનિયામાં કેટલાય ફેન્સ જોયા હશે, પણ મુરાદાબાદના યુસુફ જેવો દિવાનો કોઈ નહીં હોય. 38 વર્ષની ઉંમર થવા આવી છે અને અત્યાર સુધી તેણે લગ્ન તો નથી કર્યા પણ પાઈ પાઈ ભેગી કરીને તેણે સલમાન સાથે મળવાની ઈચ્છા પુરી કરી છે. તેના ઘરની હાલત થોડી સારી નથી. પણ ઘરબારના નામ પર જે કંઈ હતું તે જમીન યુસુફની પાસે જ હતું. તે બધું વેચીને સલમાન ખાનને એક વાર મળવા માગતા હતો. તેણે બધું વેચીને મુંબઈની ટિકિટ કરાવી સલમાનને મળવા માટે ઉપડી ગયો. ક્યારે મુલાકાત થશે, એતો નહોતી ખબર, પણ તેના થેલામાં કંઈક ખજાનો છે, જે સલમાન ખાનને બતાવવા માગે છે.

    આ પણ વાંચો: OMG: પેન્ટ પહેર્યા વગર હજારો છોકરા-છોકરીઓ ટ્રેનમાં ચડી ગયા, લોકો પણ આશ્ચર્યથી જોવા લાગ્યા

    મુરાદાબાદના મઝોલા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા મંગૂપુરાના યુસુફે સલમાનને કેટલીય ફિલ્મો 100-100 વાર જોઈ છે. જિલ્લાના સિનેમાઘરોમાંથી તેને સર્ટિફિકેટ પણ મળ્યા છે. આ ઉપરાંત તેને ડાયરી લખવાનો પણ શોખ છે. તેમાં સલમાન ખાનના ફોટા સાથે પોતાની દિવાનગી વ્યક્ત કરી છે. તે કહે છે કે, સલમાનની જગ્યાએ તેની જિંદગી કોઈ લઈ લે. એટલા માટે તો લગ્ન નથી કરતો. કેમ કે, ત્યાર બાદ કોઈ છોકરી મારા દિલમાં આવી જશે અને સલમાન માટે પ્રેમ ઓછો થઈ જશે. સલમાન સાથે મળવાની ઈચ્છા પુરી થઈ ગઈ, ત્યાર બાદ લગ્ન વિશે કંઈક વિચારીશ.

    આખરે શા માટે છે સલમાન માટે આટલી દિવાનગી


    1990થી સલમાનની ફિલ્મ સાથે એક દર્શક તરીકેનો નાતો જોડનારા યુસુફનું કહેવું છે કે, સલમાન ખાન લોકોની બહુ મદદ કરે છે. તેમણે ફુટપાથ પરની છોકરીને બહેન બનાવીને તેના લગ્ન કરાવ્યા. આવી રીતે લોકોની બહુ મદદ કરી. મારી નજરમાં તેના જેવો કોઈ એક્ટર નથી. યુસુફે એક મોટો દાવો પણ કર્યો કે, જ્યાં સુધી સલમાન જીવે છે, ત્યાં સુધી જ હું જીવીશ. જો તેને ક્યારેય કંઈ થઈ ગયું તો, હું પણ જીવતો નહીં રહું.

    21 જાન્યુઆરીએ મુંબઈ જઈ રહ્યો છે યુસુફ


    સલમાન સાથે મળવાના સપના જોતો યુસુફ જણાવે છે કે, હું 21 જાન્યુઆરીએ મુંબઈ જઈ રહ્યો છું. મેં મારી પાસે જેટલી સંપત્તિ હતી તે વેચી દીધી છે. હાલમાં હું ફુટપાથ પર આવી ગયો છું. પણ તમન્ના પુરી કરવી છે. સલમાન ખાન સાથે મળવાની પુરી કોશિશ કરીશ. યુસુફે કહ્યું કે, તેણે પોતાની જમીન અને મકાન બધુ વેચીને 5 લાખ રૂપિયા ભેગા કર્યા અને તેના દમ પર તે મુંબઈમાં જઈને સલમાનને મળવાની ઈચ્છા પુરી કરશે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Bollywood Actors, Salman Khan Movie

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन