Home /News /national-international /

કરૂણ ઘટના: 6 વર્ષની બાળકીની માતાએ આપઘાત કરતા ચકચાર, બાળકી બોલતી રહી - 'મમ્મી ઉઠો ...'

કરૂણ ઘટના: 6 વર્ષની બાળકીની માતાએ આપઘાત કરતા ચકચાર, બાળકી બોલતી રહી - 'મમ્મી ઉઠો ...'

મૃતક મહિલા સુચી ભારદ્વાજ

મૃતક મહિલાની 6 વર્ષની પુત્રી પણ છે. જેની રોઈ-રોઈ હાલત ખરાબ છે, તે વારંવાર ઘરમાં તેની માતાને શોધી રહી છે

    મુરાદાબાદ : યુપીના મુરાદાબાદમાં શનિવારે એક મહિલા (30)એ પોતાના ઘરે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતક મહિલા છેલ્લા 5 વર્ષથી છૂટાછેડા સાથેનું જીવન વિતાવી રહી છે. અચાનક મહિલાએ કેમ આપઘાત કર્યો, તેનું કારણ અત્યારે જાણી શકાયું નથી. મૃતક મહિલાની 6 વર્ષની પુત્રી પણ છે. જેની રોઈ-રોઈ હાલત ખરાબ છે, તે વારંવાર ઘરમાં તેની માતાને શોધી રહી છે. પોલીસે મહિલાની ડેડબોડી કબ્જે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

    આ ઘટના સિવિલ લાઇન્સ વિસ્તારની આકાશ ગ્રીન સોસાયટીની છે. મળતી માહિતી મુજબ આકાશ ગ્રીન સોસાયટીના એક શિક્ષકાએ ગળે ફાંસો લગાવી જીવન સમાપ્ત કરી લીધુ છે. પોલીસને માહિતી મળતા, પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ કરવા જણાવ્યું હતું. મૃતક શિક્ષકા પરિવારથી અલગ રહેતી હતી. સીઓ સિવિલ લાઇન અનિલકુમાર યાદવે જણાવ્યું કે, વ્યવસાયે શિક્ષકા સૂચી ભારદ્વાજ તેની પુત્રી પીહુ સાથે થોડા મહિનાઓથી આકાશ ગ્રીન સોસાયટીમાં ભાડે મકાનમાં રહેતી હતી. મુરાદાબાદમાં પણ કેટલીક સ્કલમાં શિક્ષકા તરીકે કામ કરી ચુકી છે.

    આ પણ વાંચોઆશ્ચર્યજનક ઘટના! પત્નીની હત્યા કર્યા બાદ ફરાર થયેલા પતિનું માર્ગ અકસ્માતમાં મોત

    સીઓએ જણાવ્યું હતું કે, શુક્રવારે મૃતક મહિલા તેની 6 વર્ષની પુત્રીને નાનાના ઘરે મુકીને આવી હતી. ત્યારે તેણે તેના પરિવારને કહ્યું હતું કે, તેને સવારે ગજરાલાની એક સ્કૂલમાં ઇન્ટરવ્યુ આપવા જવાનું છે. પરંતુ જ્યારે તેના પરિવારજનોએ તેને ફોન કર્યો ત્યારે ફોન તેણે ઉપાડ્યો ન હતો. જે બાદ માતા-પિતાને શંકા ગઈ, તો શિક્ષકાનો ભાઈ તેના ઘરે પહોંચ્યો ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. ભાઇએ થોડો સમય દરવાજો ખખડાવ્યો પરંતુ કોઈએ ખોલ્યો નહીં તો, ઘરની પાછળના રસ્તેથી જોયું તો સૂચિ ભારદ્વાજ ફાંસીના ફંદા પર લટકી રહી હતી. આ જોઈ ભાઈએ ચીસો પાડી, જેથી આસપાસમાં રહેતા લોકો પણ દોડી આવ્યા.

    આ પણ વાંચો - ...અને એક શિક્ષિકા રાતો-રાત લખપતિ બની ગઈ, જાણો - શું છે આ રસપ્રદ મામલો

    ઘટનાની જાણ થતાં જ સિવિલ લાઇન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવા જણાવ્યું હતું. જોકે, પરિવારના સભ્યો પોસ્ટ મોર્ટમ માટે ઇનકાર કરી રહ્યા છે. અત્યારે પોલીસ એ જાણવાની કોશિશ કરી રહી છે કે, શિક્ષકાએ આત્મહત્યા કેમ કરી છે. બીજી તરફ, પડોશમાં રહેતી મહિલા કહે છે કે, સૂચી ભારદ્વાજ ખૂબ સારા સ્વભાવની છોકરી હતી.
    Published by:kiran mehta
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन