હદ થઈ ગઈ! જીજાજીની જગ્યાએ 5 વર્ષ સુધી સાળો કરતો રહ્યો Policeની નોકરી, આ રીતે ખુલ્યું રહસ્ય!

જીજાજીની જગ્યા પર સાળો પાંચ વર્ષ સુધી કરતો રહ્યો પોલીસની નોકરી

અનિલ સોનીને પોલીસ લાઇનમાંથી સરકારી હથિયાર પણ આપવામાં આવ્યું હતું, જેમાં પિસ્તોલ, કાર્બાઇન, એસએલઆર પણ આપવામાં આવ્યું હતું.

 • Share this:
  મુરાદાબાદ : ઉત્તર પ્રદેશના મુરાદાબાદ (Moradabad) ના કોટવાલી ઠાકુરદ્વારા વિસ્તારમાં ડાયલ 112 પર મુકાયેલા કોન્સ્ટેબલ અનિલ કુમાર પર આરોપ છે કે, તેણે પ્લાનિંગ કરી પોતાના સાળા અનિલ સોનીને ઘરે જ પોલીસની ટ્રેનિંગ આપીને નોકરી પર મોકલવાનું શરૂ કરી દીધુ. કોઈ અજાણ્યા શખ્સે પોલીસ અધિકારીને આ મામલે જાણ કરી દીધી. ત્યારબાદ ગુપ્ત તપાસમાં સંપૂર્ણ ખુલાસો થયો, હાલમાં પોલીસે અસલ ભરતી થયેલા કોન્સ્ટેબલ અનિલકુમારને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે, જ્યારે નકલી અનિલકુમાર ઉર્ફે અનિલ સોની ફરાર થઈ ગયો છે.

  મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના ખાટૌલીમાં રહેતા અનિલ કુમારે બરેલીથી 2011માં પોલીસ ભરતી માટે અરજી કરી હતી, જ્યાં તે તાલીમ દરમિયાન ફેઈલ થયો હતો, ત્યારબાદ અનિલ કુમારે 2012માં મેરઠમાં પોલીસ ભરતી માટે અરજી કરી હતી, પરંતુ ત્યાં પણ તે નિષ્ફળ ગયો. નવેમ્બર 2012 માં, અનિલ કુમારે ત્રીજી વખત ગોરખપુરમાં અરજી કરી હતી, જ્યાં તેને કોન્સ્ટેબલ માટે પસંદ કરવામાં આવ્યો હતો. ટ્રેનિંગ પૂર્ણ કર્યા પછી, અનિલ કુમારને પદ અને રોપનિયતાની શપથ લીધા પછી બરેલી જિલ્લામાં પોસ્ટિંગ મેળવ્યું, જ્યારે અનિલ કુમાર ફરજ પર મૂકાયા, પરંતુ જ્યારે અનિલ કુમારને પોલીસ નિયમો અનુસાર બરેલી રેન્જથી મુરાદાબાદ રેન્જમાં બદલી કરવામાં આવી, ત્યારે અહીંથી જ આ ષડયંત્રની રમત શરૂ થઈ.

  આ પણ વાંચો - VIDEO જામનગર: આરોપીનું મગજ છટક્યું! પોલીસ સ્ટેશનમાં જ ગાળોનો વરસાદ, 'મારો - મને મારો, તમારી બધી પોલ જાણું'

  બદલી થયા બાદ ખુલ્યું રહસ્ય

  મુરાદાબાદ રેન્જમાં બદલી થયા પછી, શાતીર પોલીસ કર્મચારી અનિલ કુમારે પોતાના સ્થાન પર પોતાના સગા સાળા અનિલ સોનીને તેના સ્થાને મુરાદાબાદ બોલાવ્યો અને બરેલીથી બહાર પાડવામાં આવેલા તેમના પ્રસ્થાનના હુકમની એક નકલ લઈ તેને મુરાદાબાદ પોલીસ અધિકારીઓ સામે રજૂ કર્યો. જ્યાં અનિલ કુમારની જગ્યાએ અનિલ સોનીનું આગમન નોંધાયું હતું, પરંતુ ભરતી કરનાર પોલીસ અધિકારીએ ફોટોને તેના ચહેરા સાથે મેળવી જોયો ન હતો. જે બાદ અનિલ કુમારની જગ્યાએ અનિલ સોની ડ્યું કરવા લાગ્યો. શાતિર અનિલ કુમારે ટ્રેનિંગ દરમિયાન જે પોલીસ ભરતીમાં શિખ્યું, જેમ કે સરકારી હથિયાર ચલાવવાનું, અધિકારીઓને સેલ્યુટ કરવાનું આ તમામ પ્રકારની ટ્રેનિંગ સાળાને ઘરે જ આપી.

  આ પણ વાંચો'મા'ની મમતાનો ચમત્કાર! ડોક્ટરોએ હોસ્પિટલમાં બાળકને મૃત જાહેર કર્યો, ઘરે 'મા' મૃત બાળકને ઉઠાડતી રહી, અચાનક ચાલવા લાગ્યો શ્વાસ

  સરકારી શસ્ત્ર જારી કરાયું હતું

  ફરજ દરમિયાન, અનિલ સોનીને પોલીસ લાઇનમાંથી સરકારી હથિયાર પણ આપવામાં આવ્યું હતું, જેમાં પિસ્તોલ, કાર્બાઇન, એસએલઆર પણ આપવામાં આવ્યું હતું. હાલમાં મુરાદાબાદ પોલીસ અધિકારીઓ હવે મુખ્ય કાવતરાખોર અનિલ કુમારને કસ્ટડીમાં લીધા બાદ તપાસની વાત કરી રહ્યા છે અને દાવો પણ કરી રહ્યા છે કે, જો વિભાગના અન્ય કોઈ પોલીસ કર્મચારીએ પણ આ ષડયંત્રમાં અનિલકુમારને સમર્થન આપ્યું છે, તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.
  Published by:kiran mehta
  First published: