ચંદ્ર, મંગળ બાદ હવે સૂરજ સંશોધનમાં વાગશે ભારતનો ડંકો

મંગળ અભિયાન અને ચંદ્રયાન-1ની સફળતા બાદ હવે ભારતનો સૂર્ય અભ્યાસમાં પણ ડંકો વાગવા જઇ રહ્યો છે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇસરો દ્વારા આગામી બે વર્ષ બાદ સૂર્ય અભ્યાસ માટે આદિત્ય-1 ઉપગ્રહ છોડાશે.

મંગળ અભિયાન અને ચંદ્રયાન-1ની સફળતા બાદ હવે ભારતનો સૂર્ય અભ્યાસમાં પણ ડંકો વાગવા જઇ રહ્યો છે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇસરો દ્વારા આગામી બે વર્ષ બાદ સૂર્ય અભ્યાસ માટે આદિત્ય-1 ઉપગ્રહ છોડાશે.

  • News18
  • Last Updated :
  • Share this:
અમદાવાદ # મંગળ અભિયાન અને ચંદ્રયાન-1ની સફળતા બાદ હવે ભારતનો સૂર્ય અભ્યાસમાં પણ ડંકો વાગવા જઇ રહ્યો છે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇસરો દ્વારા આગામી બે વર્ષ બાદ સૂર્ય અભ્યાસ માટે આદિત્ય-1 ઉપગ્રહ છોડાશે.

ઇસરોના વૈજ્ઞાનિકો સૂરજ મિશનની તૈયારીઓ કરી રહ્યા છે. સૂર્ય કોરોનાના અધ્યયન અને ધરતી પર ઇલેક્ટ્રોનિક પ્રસારણમાં અડચણ ઉભી કરનાર સૌર કિરણોની જાણકારી મેળવવા માટે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) દ્વારા સૂરજ પર સૌ પ્રથમ આદિત્ય-1 ઉપગ્રહ છોડવામાં આવશે. આમ તો આ ઉપગ્રહ વર્ષ 2012-13માં છોડવાનો હતો પરંતુ કેટલાક કારણોસર હવે ફરી એકવાર ઇસરોએ મન મક્કમ બનાવ્યું છે. ઇસરો અધ્યક્ષ એ એસ કિરણ કુમારે કહ્યું કે હવે આદિત્ય-1ને વર્ષ 2017 બાદ છોડવામાં આવશે.

આદિત્ય-1 ઉપગ્રહ સોલર કોરોનાગ્રહ યંત્રની મદદથી સૂર્યના સૌથી ભારે ભાગનું સંશોધન કરશે. જેનાથી કોસ્મિક કિરણો, સૌર આંધી અને વિકિરણના અભ્યાસમાં મદદ મળશે. અત્યાર સુધી વૈજ્ઞાનિકોએ સૂર્યના કોરોનાનો અભ્યાસ માત્ર સૂર્યગ્રહણના સમયે જ કરી શકતા હતા. આ મિશનની મદદથી સૌર વાળાઓ અને સૌર હવા અંગે પણ મહત્વની માહિતી એકત્ર કરી શકાશે કે તે કેવા સંજોગોમાં ધરતી પર ઇલેક્ટ્રીક પ્રણાલીઓ અને સંચાર નેટવર્ક પર અસર કરે છે.

આનાથી સૂર્યના કોરોનાથી ધરતીના ભૂ ચુંબકીય ક્ષેત્રમાં થતા ફેરફાર અંગે પણ માહિતી મેળવી શકાશે. આ સોલર મિશનની મદદથી તીવ્ર અને માનવ નિર્મિત ઉપગ્રહો અને અંતરિક્ષયાનોને બચાવવાના ઉપાય અંગે પણ જાણકારી મેળવી શકાશે. આ ઉપગ્રહનું વજન અંદાજે 200 કિલોગ્રામ હશે. આ ઉપગ્રહ સૂર્ય કોરોનાનો અભ્યાસ કૃત્રિમ ગ્રહણ દ્વારા કરશે. જેનો અભ્યાસ કાળ 10 વર્ષ સુધીનો રહેશે. આ નાસા દ્વારા સન 1995માં પ્રક્ષેપિત સોહો બાદ સૂર્ય અભ્યાસમાં સૌથી મહત્વનું પગલું હશે.
First published: